આણંદ

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓને લઈને નેતાઓએ આળસ ખંખેરી આંટા-ફેરા શરૂ કર્યા

પાલિકા તાલુકા અને જીલ્લા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો અત્યાર સુધી કોઈ જગ્યાએ દેખાતા નહોતા પણ ચુંટણી આવતા પુનઃ સક્રિય થયા, કેટલાક ચુંટણી ઈચ્છુક ઉમેદવારોએ સરકારી લેણા બાકી પડતા હોય જેવો કે ટેક્સ વગેરે ભરીને અત્યારથી સરકારી લેણામાંથી મુક્ત થવાના પ્રયાસો હાથ ધર્યા છે., કેટલાક કાઉન્સીલરો ચુંટણી નજીક હોવાથી બે મહિના પહેલા જ કવાયત હાથ ધરીને પોતાના વિસ્તારના લોકોના ઘેર ઘેર ફરી રહ્યા છે. એક મહિલા કાઉન્સીલરે તો અત્યારથી જ સેવાના નામે મતદારોને રીઝવવાનું શરૂ કર્યું છે. જે ક્યારેય વોર્ડમાં દેખાતા નહોતા.

આણંદ, તા. ૪
આણંદ જીલ્લામાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની પાંચ વર્ષની મુદત પુર્ણ થાય છે. જેથી આગામી નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર થનાર છે. જેને લઈને રાજકીય પક્ષોએ તો તૈયારીઓ આરંભી છે પરંતુ અગાઉ પાંચ વર્ષ સુધી પંચાયતમાં સભ્ય અને પાલિકામાં કાઉન્સીલર રહેલા કેટલાક લોકો તો પાંચ વર્ષ સુધી પોતાના વિસ્તારમાં ગયા પણ નહોતા. ચુંટણી નજીક આવતા જ અત્યારથી આવા લોકોએ પોતાના વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે આંટાફેરા શરુ કરી દીધા હતા. જાેકે અત્યારથી કેટલાક કાઉન્સીલરો તો પોતાના વિસ્તારમાં કામ કર્યા હોવાના બડંગા ફુંકી રહ્યા છે.
આણંદ શહેરમાં નગરપાલિકાની ચુંટણી પણ ડિસેમ્બરમાં જ છે. આ ઉપરાંત જીલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની ચુંટણી પણ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને અત્યારથી ચહલપહલ વધી જવા પામી છે. રાજકીય પક્ષો દ્વારા પણ સ્થાનિક સ્વરાજ પર કબ્જાે મેળવવા માટે નવી રણનીતિથી ચુંટણી લડવા માટેની તૈયારીઓ કરવા માટેની વિચારણાઓ ચાલી રહી છે. આણંદ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સભ્યો ચુંટાયા છે. જેઓ આગામી પાંચ વર્ષથી પોતાના વિસ્તારમાં દેખાયા નથી. જે તે ઘડીએ માત્ર વોટ લેવા માટે એક મહિનામાં વારંવાર દેખાતા હતા. પરંતુ ત્યારબાદ ચુંટણી જીતી ગયા પછી સામું જાેવા પણ આવ્યા નથી. તેવા સભ્યોએ પણ આગામી ચુંટણી જીતવામાં કવાયત હાથ ધરી છે. જેને લઈને અત્યારથી જ આંટાફેરા મારવાના શરુ કરી દીધા છે.
આણંદ શહેરની ગત વખતે એક રાજકીય પક્ષમાંથી ચુંટાયેલા મહિલા કાઉન્સીલર તો લોકડાઉન બાદ જ મતદારોને રીઝવવા માટે પોતાના વિસ્તારમાં ફરીને સેવાકીયા કાર્યની ધુણી ઠગાવી છે. આ મહિલા કાઉન્સીલર અગાઉ સાડા ત્રણ વર્ષથી કયે જાેવા મળતા ન હતા. છેલ્લા દોઢ બે માસથી તો ઠેર ઠેર વિવિધ વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે. અને પોતાના પક્ષમાં પણ વિવિધ કાર્યક્રમોમાં હાલમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો પોતાના વિસ્તારના ગામો અને પરાં વિસ્તારની જનતાને પાણી સહિતની સમસ્યાઓ સર્જાતીતી ત્યારે તે લોકોની રજુઆત સાંભળવા તૈયાર નહોતા. માત્ર જે તે વખતે ઠાલા વચનો આપ્યા હતા અને સાડા ચાર વર્ષ સુધી જે વિસ્તારમાંથી ચુંટાયા હતા ત્યાં દેખાયા જ નહોતા પરંતુ ચુંટણી નજીક આવતા જ આવા નેતાઓ પણ પરાં વિસ્તાર સહિતના લોકોની ખબર અંતર પુછવા માટે નીકળી પડ્યા છે. આવા તકસાધુ નેતાઓને પ્રજાએ ઓળખી દેવા જાેઈએ. જીલ્લા, તાલુકા અને પાલિકામાં ચુંટાયેલા કેટલાક સભ્યોએ તો ત્રણ ચાર વર્ષથી સરકારી ટેક્સ કે મિલકત વેરો ભરતા ન હતા પરંતુ ઉમેદવારી નોંધાવવા માટે સરકારી માંગણા બાકી ન હોવા જાેઈએ. જેને લઈને અત્યારે આવા નેતાઓ સરકારી માંગણાની બાકી પડતી રકમ ભરવા માટે કચેરીઓમાં આંટાફેરા મારી રહ્યા છે. તો આણંદમાં ભાજપ-કોંગ્રેસ પણ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બહુમતી મેળવવા માટે અત્યારથી પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપ સંગઠન દ્વારા વિવિધ વિસ્તારોમાં સંગઠનને મજબુત બનાવવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ ભાજપ અનેકોંગ્રેસમાં ભારે જુથવાદ છેલ્લા બે ત્રણ વર્ષમાં બહાર આવ્યા છે. જેને લઈને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બંને પક્ષોનું વર્ચસ્વ કેટલાક નેતાઓને કારણે ઘટવા પામ્યું છે. જાેકે યુવા સંગઠનને મજબુત બનાવવાની કવાયત હાથ ધરી છે. પરંતુ યુવા નેતાઓને ઉચ્ચ હોદ્દા ઉપર તક આપવામાં બંને રાજકીય પક્ષોને કોઈ જ રસ નથી. તાજેતરમાં યોજાયેલી સહકારી ચુંટણીઓમાં પણ ધારાસભ્યો અને તાલુકા જીલ્લા પંચાયતમાં સભ્યપદ ધરાવતા નેતાઓ બેસી ગયા છે. પરંતુ પક્ષની ભાવી પેઢી સમાન યુવા નેતાઓને તક આપવામાં આવતી નથી. જેને લઈને રોષ જાેવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button