આણંદ

અમેરિકાના સાઉથ કોરોલીનામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા

આણંદ, તા. ૧૧
મુળ આણંદના વલ્લભ વિદ્યાનગરના અને ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ૬૦ વર્ષીય વૃદ્ધના સ્ટોરમાં વહેલી સવારે ત્રાટકેલા અશ્વેત લુંટારુએ વૃદ્ધને ગોળી મારી હત્યા કરી લુંટ કરી ફરાર થઈ જતા અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાને લઈને ચકચાર મચી જવા પામી છે. અને અમેરિકામાં અશ્વેત નિગ્રો દ્વારા ગુજરાતીઓને નિશાન બનાવી લુંટ કરવામાં આવી રહી છે. ત્યારે ભારત સરકાર દ્વારા અમેરિકામાં ગુજરાતીઓના રક્ષણ માટે યોગ્ય રજુઆત કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે. મળતી વિગતો અનુસાર મુળ વલ્લભ વિદ્યાનગરના અને છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા અને હાલમાં અમેરિકાના સાઉથ કોરોલીનાના બ્લેકવેલની આઈઝલાર સ્ટ્રીટમાં સ્ટોર ચલાવતા અશ્વિનભાઈ પટેલ ઉ.વ. ૬૦ ગત તા. ૮મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ૬-૪૫ વાગ્યાના સુમારે પોતાના સ્ટોરમાં બેઠા હતા ત્યારે ગન સાથે આવેલા અશ્વેત નિગ્રો લુુંટારુએ લુંટ કરવાના ઈરાદે સ્ટોરમાં આવી અશ્વિનભાઈ પટેલને ગોળી મારી તેઓની હત્યા કરી કેસ કાઉન્ટરમાંથી રોકડ રકમ લઈ ભાગી છુટ્યો હતો. ત્યારબાદ બ્લેકવેલની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button