આણંદ
આણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ

આણંદ, તા. ૧૧
આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિરમાં છેલ્લા ૧૫ વર્ષથી પુજા અર્ચના કરતા ભુવાજી દેવલોક પામતા આજે સમગ્ર લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ રહ્યો હતો. અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને ભુવાજીને શ્રદ્ધાંજલી અર્પી હતી. મળતી વિગતો અનુસાર લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિરમાં છેલ્લા પંદર વર્ષથી દરરોજ પુજા અર્ચના કરતા ભુવાજી મનોજભાઈ સોમાભાઈ ગોહેલ ઉ.વ. ૪૫ છેલ્લા બે માસથી બીમાર હતા. જેઓ આજે દેવલોક પામ્યા હતા. જેના સમાચાર ફેલાતા તેઓના ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં તેઓના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. અને ભુવાજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓના નિધનને લઈ સમગ્ર લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જાેડાયા હતા.
Advertisement
Advertisement