આણંદ

આગરવાના જાેરાબંધ ગામે મહિલાને માથામાં ઈંટ મારી કેનાલમાં ફેંકી દેનાર વિરૂદ્ધ ગુનો નોંધાયો

આણંદ, તા. ૧૧
ખેડા જીલ્લાના જાેરાબંધ ગામે આગરવા કેનાલ પર કપડા ધોવા ગયેલી મહિલા સાથે ખેતરના શેઢા પર આવેલા ઝાડ બાબતે ચાલતા વિવાદની અદાવત રાખી માથામાં પથ્થર મારી ઈજાઓ કરી કેનાલમાં ફેંકી દઈ હત્યા કરવાના બનાવમાં પોલીસે હત્યા કરનાર શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર જાેરાબંધ ગામે જુની શાળા સામે રહેતા રામાભાઈ સુકાભાઈ તળપદાના પત્ની સકરીબેન ઉ.વ. ૪૮ નાઓને કીરીટભાઈ ઉર્ફે કાળીયો ઈશ્વરભાઈ તળપદા સાથે ખેતરના શેઢા પર આવેલા ઝાડ બાબતે વિવાદ ચાલતો હોય અવાર નવાર ઝઘડાઓ થતા હતા. દરમિયાન ગત તા. ૩-૯-૨૦૨૦ ના રોજ સકરીબેન તેમના ઘર નજીક સીયાલ ચોકીથી આગળ આગરવા બાજુ મહી કેનાલ પર કપડા ધોવા ગયા હતા. અને ત્યારબાદ મોડા સુધી ઘરે પરત આવેલા નહી.
જેથી તેઓની તપાસ કરતા તેઓ કેનાલ પર પણ મળી આવ્યા ન હતા. તેમજ કેનાલ પર કપડા તેમજ તપેલું પણ હતું નહી. જેથી આ અંગે રામાભાઈએ ડાકોર પોલીસ મથકે પોતાની પત્ની ગુમ થયાની જાણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તા. ૪-૯-૨૦૨૦ ના રોજ કેનાલમાં તપાસ કરતા સારસા ગામના રાજકુવાવાળા ગરનાળા પાસેથી કેનાલમાં પાણીમાં તરતો સકરીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. અનેે ત્યારબાદ તેઓનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં સકરીબેનને માથામાં ઈજા થતા મોત નીપજ્યું હોવાનું પી. એમ. રીપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ ગામના ચંદુભાઈ સોમાભાઈ તળપદાએ કહ્યું હતું કે કીરીટભાઈ ઈશ્વરભાઈ તળપદાએ સકરીબેન સાથે કેનાલ પર ઝપાઝપી કરી હતી. અને તેઓએ બુમ પાડતા કીરીટ ઉર્ફે કાળીયાએ સકરીબેનના માથામાં પથ્થર મારી તેઓને ધક્કો મારી કેનાલમાં ફેંકી દીધેલ અને આ બાબતે ચંદુભાઈને પણ જાે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે ડાકોર પોલીસે રામાભાઈ સુકાભાઈ તળપદાની ફરિયાદના આધારે કીરીટભાઈ ઉર્ફે કાળીયો ઈશ્વરભાઈ તળપદા વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button