નવી દિલ્હી

મોદીની લાઇફ તમામ માટે પ્રેરણારૂપ રહી શકે છે ચા વાળાથી પીએમ સુધી યાત્રા

ઁનરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી સમુદાયમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦માં જન્મ થયોઁમહેસાણાના વડનગરમાં મોદીનો જન્મ થયો હતોઁદામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના છ બાળકો પૈકીના મોદી ત્રીજા નંબરના પુત્ર હતાઁવડનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ચા પણ વેચી ચુક્યા છેઁવડનગર રેલવે સ્ટેશન પર મોદી બાળપણમાં તેમના પતિને ચા વેચવામાં મદદ કરતા હતાઁમોદીના માતાપિતાએ બાળપણમાં તેમના લગ્ન ગોઠવી કાઢ્યા હતાઁપરંપરાગત ઘાંચી જાતિ મુજબ લગ્ન ગોઠવી દેવાયા બાદ તેમના જશોદાબહેન સાથે લગ્ન કરાયા હતાઁમોદી તેમના પત્નિ સાથે ખુબ ઓછા સમય સુધી રહ્યા અને તેઓએ અલગ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતોઁલોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વેળા મોદીએ પત્નિ તરીકે જશોદાબહેનના નામનો ઉલ્લેખ કર્યો હતોઁ૧૯૭૦માં સંઘના પ્રચારક બની ગયા હતાઁઆઠ વર્ષની વયથી આરએસએસ સાથે જાેડાયેલા રહ્યા છેઁભાજપના ગુજરાત રાજ્ય એકમની સ્થાપના કરનાર જનસંઘના નેતાઓના તેઓ સંપર્કમાં આવ્યા હતાઁમોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતીઁ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ વિધિવતરીતે આરએસએસમાં જાેડાયા હતા.ઁજયપ્રકાશ નારાયણ હેઠળ ઇમરજન્સી સામે ઝુંબેશમાં જાેડાયા હતાઁ૧૯૮૫માં મોદીને સંઘે ભાજપમાં જવાબદારી સોંપી હતીઁમુરલી મનોહર જાેશીની કન્યાકુમારી-શ્રીનગર એકતા યાત્રાના આયોજન બાદ મોદી લોકપ્રિય થયાઁ૧૯૮૮માં મોદી ભાજપના ગુજરાત એકમના ઓર્ગેનાઇઝ્‌ડ સેક્રેટરી ચુંટાયા અને આની સાથે જ મુખ્ય પ્રવાહની રાજનીતિમાં એન્ટ્રી થઇ હતીઁ૧૯૯૫ની ચૂંટણી જીતમાં તેમની ગુજરાતમાં ભૂમિકા હતીઁમે ૧૯૯૮માં ભાજપના જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ હતીઁગુજરાતમાં ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણી માટે પસંદગી સમિતિમાં તેમની ભૂમિકા રહી હતીઁ૨૦૦૧માં કેશુભાઈ પટેલની તબિયત ખરાબ થયા બાદ ભાજપે પેટાચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો હતો ઁ૨૦૦૧માં ભૂકંપના કારણે ગુજરાતનનુકસાન થયું હતું જેથી ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઇ હતીઁઆવી સ્થિતિમાં મોદીની કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ હતીઁ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયાઁ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરામાં અગ્નિકાંડના બનાવ બાદ મોદીની પ્રતિષ્ઠાને કોમી રમખાણના કારણે અસર થઇ હતીઁ કોમી રમખાણમાં મોદીના શાસનમાં હજારો લોકોના મોત થયા હતાઁમોદી સામે માનવ અધિકાર સંગઠનો, વિરોધ પક્ષો દ્વારા હજુ પણ રમખાણ અંગે પ્રશ્નો ઉભા થાય છેઁકોમી રમખાણના કારણે ઘણા કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવ્યા હતાઁમોદી સામે ઘણા કેસો પણ કરાયા હતાઁ૨૦૧૨માં મોદીના કેટલાક પ્રધાનોને નરોડા પાટિયા હત્યાકાંડમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતાઁજુલાઈ ૨૦૦૭માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સેવા કરવાનો રેકોર્ડ સર્જી કાઢ્યો હતોઁ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ પૈકી ૧૨૨ બેઠક જીતી હતીઁ૨૦૧૨માં ભાજપે મોદીના નેતૃત્વમાં ફરી જીત મેળવી હતીઁમોદીએ મુખ્યમંત્રી તરીકે હેટ્રિક નોંધાવી હતીઁનિમણૂંકોના મામલે રાજ્યપાલ સાથે તેમના સંબંધોને લઇને ચર્ચા થઇ હતીઁ૨૦૧૨ની ચૂંટણીમાં મોદીએ મણિનગરમાંથી ૮૬૭૭૩ મતે જીત મેળવી હતી. ભાજપે આ ચૂંટણીમાં ૧૮૨ પૈકી ૧૧૫ બેઠકો જીતી હતીઁમાર્ચ ૨૦૧૩માં મોદીની ભાજપ સંસદીય બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી હતીઁ૧૦મી જૂન ૨૦૧૨ના દિવસે મોદી ભાજપને રાષ્ટ્રીય સ્તરની કારોબારી બેઠકમાં ૨૦૧૪ની ચૂંટણી માટે નેતૃત્વ કરવા તૈયાર થયાઁસપ્ટેમ્બર ૨૦૧૩માં મોદીને લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતાઁમોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં જીતી ગયા હતાઁ મે ૨૦૧૪માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી.ઁ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં ભાજપે સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે જીતી નવો રેકોર્ડ સર્જયો છે. આની સાથે જ મોદી સતત બીજી અવધિ માટે વડાપ્રધાન બન્યા હતા

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button