નવી દિલ્હી

ફાર્મીગ કંપનીઓ સામે ખેડૂતો કોર્ટમાં ના જઇ શકે તેવા ખરડાથી ખેડૂતો પાયમાલ

નવી દીલ્હી,તા.૧૮
કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપની સાથે વિવાદ થતાં કોર્ટ નહીં જઈ શકે ખેડૂતઃ જોકે, એક સારી જોગવાઈ એ છે કે કોઈ રકમની વસૂલી માટે કોઈ પક્ષ ખેડૂતોની કૃષિ ભૂમિની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે
ખેડૂતોનાવિરોધ છતાંય મોદી સરકાર એ કૃષિ સંબંધી બે બિલ લોકસભામાં પાસ કરાવી લીધા છે. એનડીએની સહયોગી શિરોમણિ અકાલી દળથી આવનારી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેના વિરોધમાં રાજીનામું આપી દીધું. ખેડૂત નેતાઓમાં પણ સરકારની વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે. તેમનું કહેવું છે કે બિલ એ અન્નદાતાઓની મુશ્કેલીઓ વધારશે જેઓએ અર્થવ્યવસ્થાને સંભાળી રાખી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માં કોઈ પણ વિવાદ થતાં તેનો ર્નિણય સમાધાન બોર્ડમાં થશે. જેના સૌથી વધુ પાવરફુલ અધિકારી એસડીએમને બનાવવામાં આવ્યા છે. તેની અપીલ માત્ર ડીએમ એટલે કે જિલ્લા કલેક્ટરને ત્યાં થશે.
રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય બિનોદ આનંદ મુજબ, તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા બિલની એક જોગવાઈ ખૂબ ખતરનાક છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અનુબંધ ખેતીના મામલામાં કંપ્ની અને ખેડૂતની વચ્ચે વિવાદ થવાની સ્થિતિમાં કોઈ સિવિલ કોર્ટ નહીં જઈ જશે. આ મામલામાં તમામ અધિકાર એસડીએમ ના હાથમાં આપી દેવામાં આવ્યા છે.
સમાધાન બોર્ડ એટલે કે એસડીએમ દ્વારા પાસ આદેશ એવો હશે જેવો સિવિલ કોર્ટનો હોય છે. એસડીએમની વિરુદ્ધ કોઈ પણ પક્ષ અપીલ ઓથોરિટીને અપીલ કરી શકશે. અપીલ અધિકારી કલેક્ટર કે કલેક્ટર દ્વારા નિયત એડિશનલ કલેક્ટર હશે. અપીલ આદેશના ૩૦ દિવસની અંદર કરી શકાશે.
એસડીએમ, ડીએક નહીં, કોર્ટ પર છે વિશ્વાસઆનંદનું કહેવું છે કે એસડીએમ ખૂબ નાના અધિકારી હોય છે. તેઓ ન તો સરકારની વિરુદ્ધ જશે અને ન કંપ્નીની વિરુદ્ધ. તેથી વિવાદનો ઉકેલ કોર્ટમાં થવો જોઈએ. એસડીએમ અને ડીએમ સરકારની કઠપૂતલી હોય છે. તેઓ સરકાર કે કંપનીનું નહીં માને તો પૈસાવાળી શક્તિઓ મળી બદલી કરાવી દેશે. એવામાં નુકસાન ખેડૂતોનું થશે. વિવાદ સાથે જોડાયેલા ચુકાદા કોર્ટમાં થવા જોઈએ. આનંદનું કહેવું છે કે આ જોગવાઈ ખેડૂતોને બરબાદ કરી શકે છે. આ જોગવાઈને ખતમ કયરિ્ વગર આ યોજના કદાચ જ સફળ થશે.
જોકે, એક સારી જોગવાઈ એ છે કે કોઈ રકમની વસૂલી માટે કોઈ પક્ષ ખેડૂતોની કૃષિ ભૂમિની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે.
ખેડૂતોના દાવાઓની વિપરિત મોદી સરકારના અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી સાથે જોડાયેલા જોખમ ઓછા થશે. ખેડૂતોની આવકમાં સુધાર થશે. ખેડૂતોની આધુનિક ટેકનીક અને સારા ઇનપુટ્‌સ સુધી પહોંચી સુનિશ્ચિત થશે. જેમાં મોટી-મોટી કંપ્નીઓ કોઈ ખાસ ઉત્પાદ માટે ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરશે. તેનો ભાવ પહેલાથી નિયત થઈ જશે. તેથી સારા ભાવ ન મળવાની સમસ્યા ખતમ થઈ જશે.
આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્તાઓ પર ઉતયરિ્ છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આખરે આ બિલમાં એવું તે શું છે અને શું તે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક છે?
હકીકતમાં કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લોકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button