આણંદ

આણંદ-ખંભાત ખાતેથી મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ

આણંદ, તા. ૧૮
દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત ધારા તરીકે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજયમાં ગાંધીનગર ખાતેથી મહિલાઓ દ્વારા આજીવિકા અને ઉપાર્જનલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા અને તેના અસરકારક કાર્યોના અમલીકરણ માટે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-શુભારંભ કરાવ્યો હોવાનું જણાવી રાજયની મહિલાઓને નવ સશકિતકરણ સાથે સક્ષમ બનાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ હોવાનું મણિનગરના ધારાસભ્ય સુરેશભાઇ પટેલે કહ્યું હતું. આજે આણંદ ખાતે રાજય સહિત જિલ્લામાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતાં જિલ્લાની મહિલા સ્વસહાયતા જૂથોને ધારાસભ્ય સુરેશભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેમજ ખંભાત ખાતે પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા. શ્રી પટેલે આર્ત્મનિભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શકિત અગ્રેસર રહેશે એમ જણાવ્યું હતું. પટેલે તત્કાલિન મુખ્ય મંત્રી નરેનદ્રભાઇ મોદીના કાર્યકાળમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે તેમણે આદિવાસી અને પછાત સમાજોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે તેમની વચ્ચે જઇને શાળા પ્રવેશોત્સવ કરાવીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહ્યું હતું. પટેલે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિલાઓના આત્મ સન્માન માટે વિધવા સહાય યોજનાને બદલે ગંગાસ્વરૂપા નામ આપીને મહિલાઓનું ગૌરવ વધાર્યું છે અને સહાય આપવાની યોજનામાં પણ ફેરફાર કર્યો હોવાનું કહ્યું હતું. પટેલે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જે ઝીરો ટકા વ્યાજની યોજના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે તે આ પ્રકારની પ્રથમ યોજના હોવાનું જણાવ્યું હતું. મહિલા અગ્રણી શ્રીમતી હંસાકુંવરબા રાજે ગુજરાતની મહિલા શકિતને આર્ત્મનિભર અને પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજયમાં પ્રથમવાર મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિલા માટેની આ યોજના શરૂ કરીને રાજયની ૧૦ લાખથી વધુ માતાઓ-બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન-ધિરાણ પ્રાપ્ત થશે તેમજ કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવનશૈલીમાં મહિલા શકિત માતા-બહેનોની આર્ત્મનિભરતાનો નવો માર્ગ ખોલનારી બની રહેશે તેમ કહ્યું હતું. શ્રીમતી હંસાકુંવરબા રાજે આ યોજના પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજની લોન/ધિરાણ મળનાર હોઇ કોરોના પછીની પરિસ્થિતિમાં માતા-બહેનોને ઘર-પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્ય મંત્રીનો ધ્યેય સાકાર થશે તેમ જણાવી યોજનાની રૂપરેખા આપી હતી. આજ રીતે ખંભાત ખાતેથી મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતા ખંભાત નગરપાલિકાના પ્રમુખ યોગેશભાઇ ઉપાધ્યાયે રાજયની લાખો બહેનોના આર્ત્મનિભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે તેમ જણાવી શ્વેતક્રાંતિમાં અગ્રેસર જિલ્લાની નારી શકિતને હવે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી પોતાના નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્ય અને સપના સાકાર કરવાની તક રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂરી પાડી હોવાનું કહ્યું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button