cricketIPL

IPL શરુ થયાના એક દિવસ પહેલા નિયમ બદલાયા

આવતી કાલથી UAEમાં IPL2020ની પ્રથમ મેચ શરૂ રમાશે.IPLની શરૂઆતના એક દિવસ પહેલા એક મોટી ખબર સામે આવી રહી છે. IPLના ઇતિહાસમાં પ્રથમ વખત થશે કે, ટીમના તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમમાં નહીં જાય. માત્ર સિલેક્ટેડ ખેલાડીઓને જ ટીમ સાથે સ્ટેડિયમ સુધી જવાની મંજૂરી હશે. કોરોના વાયરસના કારણે BCCI અને IPL કમિટીને તમામ નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે.

IPLની ટીમ જ્યારે યુએઈમાં મેચો રમવા માટે હોટલથી સ્ટેડિયમ જશે તો તેમની સાથે તેટલા લોકો જ જઈ શકશે જેઓ હોટલના બાયો-બબલમાં સામેલ હશે. આ લોકોમાં બે વેઈટર્સ પણ હશે. દરેક ટીમ બે બસોમાં ટ્રાવેલ કરશે. મેચમાં જે અધિકારીઓ સામેલ હશે તેમને પણ બાયો-બબલમાં રહેવાનું રહેશે.

Advertisement

દરેક ટીમમાં 22થી 25 ખેલાડીઓનું દળ છે. યુએઈથી સૂત્રોએ જણાવ્યું અનુસાર, મેચના દિવસે જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ જશે તો બે બસોમાં માત્ર 17 ખેલાડીઓ અને 12 સપોર્ટ/કોચિંગ સ્ટાફના સદસ્યો હશે. આ ઉપરાંત બે વેઈટર્સ અને બે લોજિસ્ટિક સાથે જોડાયેલા લોકો હશે. જે લોકો ટીમ હોટલમાં બાયો-બબલનો ભાગ હશે તે લોકો જ ટીમની સાથે બસમાં ટ્રાવેલ કરી શકશે. તમે અહીં બસની માત્ર 50 % કેપેસિટીનો જ ઉપયોગ કરી શકો છો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button