Breaking

સેવાલિયા ચેક પોસ્ટ ખાતે રિવોલ્વર સાથે એક ટ્રક ચાલક ઝડપાયો

અમદાવાદ ઇન્દોર હાઇવે રોડ મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પર બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે એક અશોક લેલેન્ડ કન્ટેનર નંબર UP-78-FN-1554 ટ્રક આવે છે તેમાં ડ્રાઇવર તેની સીટની પાછળ ગેર કાયદેસર બંદુક સંતાડીને આવે છે તેથી પોલીસ દ્રારા ગોધરા તરફ થી આવતા વાહન ચેક કરતા હતા દરમ્યાન બાતમી વર્ણન વાળું એક અશોક લેલેન્ડ કન્ટેનર નંબર UP-78-FN-1554 નામઠામ પુછતા તેણે પોતાનું નામ લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી રહે. મહુ, શાંતિનગર મ.નં.૨૬૦ તા.મહુ જી. ઇન્દોર (મધ્યપ્રદેશ) તો ના હોવાનું જણાવેલ તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી એક કાળા કલરનો માઇક્રોમેક્ષ મોબાઇલ ફોન કિ. રૂ.૧૦૦૦/- તથા જુદા જુદા દરની ચલણી નોટો ૧૭૦૦/- ની મળી આવેલ હતી અને સદર ડ્રાઈવર સાથે રાખી પંચો સાથે રાખી રૂબરૂ સદર કન્ટેનર ગાડી નુ કેબીન ચેક કરતા ડ્રાઇવર સીટની પાછળ એક કપડામાં વીંટાળી સંતાડી એક ભારતીય દેશી બ નાવટની રિવોલ્વર મળી આવેલ તે જોતા ભારતીય દેશી બનાવટની લોખંડની રીવોલ્વર સિંગલ બેરલવાળી એક ટેગર વાળી જેની બેરલ સાથેની લંબાઇ આશરે ૨૧ સેમીની બટના ભાગે લાકડાથી રીવર્ટમાં ફીટ કરેલી જેની કિ.રૂ.૫૦૦૦/-ની ગ ણી શકાય તે મળી આવેલ જેથી સદર ભારતીય દેશી બનાવટની લોખંડની રીવોલ્વર પોતાના કબ્જા માં રાખી લઇ જવા અંગે સદર ઈસમ પાસે કોઇ સક્ષમ અધિકારીશ્રીનું લાયસન્સ માગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ અને કન્ટેનર માં ચેક કરતા બીજી કોઇ ગુના હિત ચીજવસ્તુ મળી આવેલ ન હોય સદર કન્ટેનર ગાડી નંબર UP-78-FN-1554 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ ૧૦૦૭૭૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી ને સેવાલિયા પોલીસ આગળ ની તપાસ હાથ ધરી છે

(તસ્વીર: પ્રજ્ઞેશ ભટ્ટ)

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button