
રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે IPLની 13મી સીઝનની ચોથી મેચમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 7 વિકેટે 216 રન કર્યા છે. તેમના માટે સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથે ફિફટી ફટકારતા અનુક્રમે 74 અને 69 રન કર્યા હતા. જયારે જોફરા આર્ચરે 8 બોલમાં 27 રન મારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો
ચેન્નાઈ સુપર કિન્જ ટોસ જીતી ને બોલિંગ પસંદ કરી હતી
ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે IPLની 13મી સીઝનની ચોથી મેચમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ધોનીએ ટોસ વખત કહ્યું કે, “અંબાતી રાયુડુ 100% ફિટ નથી, તેથી તે રમી રહ્યો નથી. તે સિવાય અમારી ટીમમાં અન્ય કોઈ ફેરફાર નથી.” ચેન્નાઈએ રાયુડુની જગ્યાએ કોરોનામાંથી સ્વસ્થ થઈને પરત ફરનાર ઋતુરાજ ગાયકવાડને જગ્યા મળી છે. જયારે રાજસ્થાને ચાર વિદેશી ખેલાડીઓમાં કપ્તાન સ્ટીવ સ્મિથ સહિત ટોમ કરન, ડેવિડ મિલર અને જોફરા આર્ચરને સ્થાન મળ્યું છે.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), યશસ્વી જેસ્વાલ, રોબિન ઉથપ્પા (વિકેટકીપર), સંજુ સેમસન, ડેવિડ મિલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા
ચેન્નાઈ સુપરકિંગ્સની પ્લેઈંગ 11: એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસીસ, ઋતુરાજ ગાયકવાડ, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પિયુષ ચાવલા, દિપક ચહર, લુંગી ગિડી