આણંદ

વલ્લભ વિદ્યાનગર ક્રિષ્ના હાઉસીંગ સોસાયટીમાંથી મોટરસાયકલની ચોરી

આણંદ, તા. ૨૪
વલ્લભ વિદ્યાનગરમાં બાવીસગામ સ્કુલ પાસે ક્રિષ્ના હાઉસીંગ સોસાયટીમાંથી ઘર પાસે પાર્ક કરેલી મોટરસાયકલની તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાનો બનાવ વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે. મળતી વિગતો અનુસાર વલ્લભ વિદ્યાનગરમાં બાવીસગામ સ્કુલ પાસે ક્રિષ્ના હાઉસીંગ સોસાયટીમાં રહેતા સંદીપ રમેશભાઈ સાવલીયાએ પોતાની મોટરસાયકલ કિં.રુા. ૧૫૦૦૦ ની પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. જે રાત્રી દરમિયાન તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે નોકરી જવા માટે સંદીપભાઈએ પોતાની મોટરસાયકલ જાેતા મોટરસાયકલ જાેતા મોટરસાયકલ મળી ન હતી. જેથી તેઓએ આસપાસના વિસ્તારમાં મોટરસાયકલની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા મોટરસાયકલ ચોરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button