આણંદ

રામનગરમાં યુવતીને ભગાડી ગયાની અદાવત રાખી મહિલાને લાકડી મારી

આણંદ, તા. ૨૫
રામનગર ગામે ઈન્દિરાનગર કોલોની રહેતા જ્યોત્સનાબેન રવિભાઈ પાટીલ ગામના ભાથીજી મંદિર પાસે આવેલી અનાજ કરીયાણાની દુકાનમાં પોતાના પતિ સાથે બેસે છે. સાંજના સુમારે જ્યોત્સનાબેન તથા તેમના પતિ બંને જણા દુકાન બંધ કરી ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં ભાવેશભાઈ જગદીશભાઈ પરમારે તેઓને રોકી જ્યોત્સનાબેનને કહ્યું હતું કે તારો પતિ અમારા કુટુંબની છોકરી લઈ ગયેલ છે. તો હું તને લઈ જઈશ તેમ કહી ભાવેશના પિતા જગદીશભાઈએ જ્યોત્સનાનો હાથ પકડી મચડી નાખી લાકડી મારી ઈજાઓ કરી હતી. જેથી આ બનાવ અંગે જ્યોત્સનાબેન રવિભાઈ પાટીલે વાસદ પોલીસ મથકે ભાવેશભાઈ જગદીશભાઈ પરમાર, જગદીશભાઈ પરમાર અને સંગીતાબેન જગદીશભાઈ પરમાર સહિત ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે સંગીતાબેન જગદીશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ દુધ લેવા ગયા હતા ત્યારે રવિભાઈ રાજુભાઈ પાટીલે ગાળો બોલી તેમજ રવિભાઈ સહિત ત્રણ જણાએ સંગીતાબેન તથા તેમના પુત્ર ભાવેશને લાકડાનો દંડો મારી ઈજાઓ કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે વાસદ પોલીસે સંગીતાબેનની ફરિયાદના આધારે જ્યોત્સનાબેન રવિભાઈ પાટીલ, રવિભાઈ અને રીંકુબેન પુજાભાઈ પરમાર સહિત ત્રણ જણા વિરુદ્ધ ઈપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button