શું તમને ખબર છે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ફીટનેશનું કારણ !

દિલ્હી, તા. ૨૫
મોદીએ ગુરુવારે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ વિશે વિવિધ ફિલ્ડના સેલેબ્સ સાથે વાત કરી હતી વડાપ્રધાને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં કહ્યું, ફિટ રહેવામાં પરિવારનો સાથે હોવો પણ એટલો જ જરૂરી ન્યુટ્રિશન અને ફિટનેસ એક્સપર્ટ ઋજુતા દિવેકરે કહ્યું, હવે લોકો દૂધ-હળદર, ઘીનું મહત્ત્વ સમજવા લાગ્યા. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ને ગુરુવારે એક વર્ષ પૂરું થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ અને મનોરંજન જગતની સેલિબ્રિટી સાથે ઓનલાઈન સંવાદ કર્યો હતો. આ ચર્ચા વખતે મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીને પૂછ્યું છે કે, ક્રિકેટ ટીમ માટે યોયો ટેસ્ટ કરાય છે. શું કેપ્ટને પણ તે પાસ કરવો પડે છે? આ મુદ્દે કોહલીએ કહ્યું કે, અમે અમારા ફિટનેસનું લેવલ વધારવા માંગીએ છીએ, જેથી યોયો ટેસ્ટ જરૂરી છે. યોયો ટેસ્ટમાં હું ફેલ થાઉં તો મારું પણ સિલેક્શન ન થાય. મોદીએ ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજનો મંત્ર આપતા કહ્યું કે, ફિટ રહેલા દરેકે અડધો કલાક વ્યાયામ કરવો જોઈએ. ઈન્ડિયા જેટલું ફિટ હશે, એટલું જ હિટ રહેશે.
ફિટ રહેવા વડાપ્રધાન મોદી રોજ યોગ પણ કરે છે જે પરિવાર એકસાથે રમે છે, તે એકસાથે ફિટ રહે છેઃ નરેન્દ્ર મોદી મોદીએ કહ્યું કે, આજકાલ અનેક લોકો ફિટનેસ સુધારવા પ્રયત્નશીલ છે. બધું જ સારા આરોગ્ય પર ર્નિભર છે. સ્વાસ્થ્ય છે, તો ભાગ્ય છે, સફળતા છે. જે પરિવાર એક સાથે રમે છે, તે ફિટ રહી છે. તેઓ સફળ પણ થાય છે. આપણે ત્યાં કહેવાયું છે કે, ‘મન ચંગા તો કઠૌતી મેં ગંગા’. હું સરગવાના પરાઠા ખાઉં છું. અઠવાડિયે બે વાર માતા સાથે વાત કરું છું, ત્યારે તે પણ પૂછે છે કે, હળદર લે છે.