નવી દિલ્હી

કેસોની સંખ્યા વધીને ૫૯ લાખથી પણ ઉપર પહોંચી ગઇ ભારતમાં કોરોના વાયરસ તાંડવ

ભારતમાં મોતનો આંકડો વધીને ૯૩૪૧૦ સુધી પહોંચી ગયો ઃ ચિંતા અકબંધ

નવી દિલ્હી, તા.૨૬
ભારતમાં કોરોનાન વાયરસના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ભારતમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હવે કેસોની સંખ્યા વધીને ૫૯૦૩૯૩૨ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો વધીને ૯૩૪૧૦ સુધી પહોંચી ગયો છે. ભારતમાં દરરોજ ૧૦૦૦ કરતા વધારે મોત થઇ રહ્યા છે. કેરળમાં હવે કેસોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૭૭ નવા કેસો સપાટી પર આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ખુબ મોટી હોવાના કારણે કહી શકાય છે કે હાલમાં સ્થિતી સુધરે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. કારણ કે નવા નવા કેસો પણ મોટી સંખ્યામાં સપાટી પર આવી રહ્યા છે. ભારતમાં કેસોની સંખ્યામાં વધારો સૌથી ઝડપથી થઇ રહ્યો છે. આ ગતિ રહેશે તો તે અન્ય દેશોને પાછળ છોડીને કેસોના મામલે સૌથી ઉપર પહોંચી જશે. ભારત હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બીજા સ્થાને છે. અમેરિકા હજુ સૌથી વધારે પ્રભાવિત દેશ તરીકે છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમાં કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે. દુનિયાભરમાં સ્વસ્થ થઇ રહેલા લોકોની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. પંજાબમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વીકેન્ડ પર ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર,ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ કેટલીક વખત લોકડાઉનના ગાળાને વધારી દેવામાં આવ્યા બાદ હવે અનલોક-૪ની શરૂઆત થઇ ચુકી છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કઠોર નિયમો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કારણ કે ત્યાં કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે.કોરોના કારણે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button