આણંદ

ચેક બાઉન્સનાં ૬ માસની સાદી કેદની સજા ફટકારતી આણંદની અદાલત

આણંદ, તા. ૨૯
આ અંગેની મળતી માહિતી મુજબ અસલમભાઈ જુસબભાઈ મેમણ રહે. આણંદનાઓ આણંદમાં ભારત ફાયનાન્સથી ધંધો કરે છે. અને આ કામનાં રહે. આણંદ. તા. આણંદના રહેવાસી રમેશભાઈ બચુભાઈ પરમારનાઓ કે જેઓ અવારનવાર ફરીયાદીને ત્યાં આવતા જતા હોય અને આરોપીએ પોતાનાં સામાજીક કામ માટે રૂ. ૨૦૦૦૦/- (અંકે રૂપિયા વીસ હજાર પુરા) લીધેલા અને જે નાંણા સમયમાં ના ચુકવતા ફરીયાદીએ ઉઘરાણી કરેલી. જેથી આ કામનાં રમેશભાઈ બચુભાઈ પરમારનાએ ફરીયાદીને રૂ. ૨૦૦૦૦/- (અંકે રૂપિયા વીસ હજાર પુરા) નો ચેક આપેલો. જે ચેક ફરીયાદીએ પોતાનાં બેંકખાતામાં ભરતા અપર્યાપ્ત બેલેન્સનાં કારણે પરત થયો હતો. જે અંગે કાનુની પ્રક્રિયા હાથ ધર્યાબાદ આણંદની કોર્ટમાં નેગોશ્યેબલ ઈસ્યુમેન્ટની કલમ ૧૩૮ મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ આણંદનાં બીજા એડી.સીની. સીવીલ જજ અને એડી.ચીફ. જયુ. મેજી. શ્રી સોનલ બી. મહેતા સમક્ષ ચાલી જતાં ફરીયાદી પક્ષનાં વકીલ રાજેશ ચંદાણીની દલીલો તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને તે કેસમાં ૬ (છ) માસની સાદી કેદની સજા અને રૂ. ૫૦૦૦/- નો દંડ અને સદર દંડ આ કામનાં આરોપી ભરપાઈ ના કરે તો બીજા એક માસની સાદી કેદની ,સજા ભોગવવા હુકમ કર્યો છે. તેમજ ચુકાદા સમયે આરોપી રમેશભાઈ બચુભાઈ પરમાર કોર્ટમાં હાજર રહેલ નથી જેથી નામદાર અદાલતે આરોપી વીરૂધ્ધ સજાના હુકમનીઅણલવારી માટે બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button