નવી દિલ્હી

મંગળ પર બરફની નીચે છુપાયેલા ત્રણ મોટા મીઠા પાણીના સરોવર મળ્યાઃ અમેરિકન એજન્સી

ન્યુજર્શી,તા.૨૯
અમેરિકન સ્પેસ એજન્સી નાસા ના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી છે. વૈજ્ઞાનિકોને મંગળની જમીનની અંદર એટલે કે નીચે ત્રણ સરોવરો મળી આવ્યા છે. બે વર્ષ પહેલા મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર ખૂબ મોટી મીઠાના તળાવ મળી આવ્યા હતા. આ તળાવ બરફની નીચે દટાયેલું છે. એટલે કે, ભવિષ્યમાં મંગળ ઉપર વસી શકાય છે જો તેના પાણીનો ઉપયોગ કરી શકાય તો.યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ના સ્પેસક્રાફ્ટ માર્સ એક્સપ્રેસને ૨૦૧૮માં જે જગ્યાએ બરફની નીચે મીઠાના પાણીના તળાવની શોધ કરી હતી. આ તળાવ અંગેની માહિતી વધુ મજબૂત કરવા માટે ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી માર્સ એક્સપ્રેસ સેટેલાઇટ ૨૯ વખત તે વિસ્તારમાંથી પસાર થયું. આ વિસ્તારની આજુબાજુ તેને ફરીથી વધુ ત્રણ સરોવરો જોવા મળ્યા છે. આ ત્રણ તળાવો માટે અવકાશયાનને ૨૦૧૨ અને ૨૦૧૯ ની વચ્ચે ૧૩૪ વખત અવલોકન કરવું પડ્યું છે.
મંગળની સપાટી પર પાણી પ્રવાહી અવસ્થામાં જોવા મળ્યું છે. આ અહેવાલ વિજ્ઞાન મેગેઝીન નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ૨૦૧૮માં શોધવામાં આવેલા તળાવ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર આવેલ છે. આ તળાવ અંદાજે ૨૦ કિલોમીટર પહોળુ છે. આ મંગળ ગ્રહ પર જોવા મળેલ અત્યાર સુધીનો સૌથી મોટો જળસંગ્રહ છે.
રોમ યુનિવર્સિટીના એસ્ટ્રોસાયન્ટિસ્ટ એલના પેટીનેલીએ જણાવ્યું હતું કે અમે બે વર્ષ પહેલાં શોધી કાઢેલ તળાવની આજુબાજુ વધુ ત્રણ તળાવો શોધી કાઢયા છે. મંગળ પર પાણીના સ્ત્રોતોની ખૂબ જ દુર્લભ અને ગાઢ પેટર્ન દેખાય છે. જેને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉ સંશોધન દ્વારા મંગળની સપાટી પર પ્રવાહી પાણીના સંભવિત સંકેતો મળ્યાં હતાં.
મંગળ એક સૂકો અને વેરાન ગ્રહ નથી જેમ કે પહેલાં વિચારાતું હતું. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં પાણી પ્રવાહી અવસ્થામાં મંગળ પર જોવા મળ્યું છે. વૈજ્ઞાનિક લાંબા સમયથી એવું માની રહ્યા હતા કે કયારેક આખા લાલ ગ્રહ પર પાણી ભરપૂર માત્રામાં વહેતું હતું, ત્રણ અબજ વર્ષ પહેલાં જળવાયુમાં આવેલા મોટા ફેરફારોના લીધે મંગળનું આખું રૂપ બદલાઇ ગયું.
ઓસ્ટ્રેલિયાની સ્વિનબર્ન યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર એલન ડફીએ તેને એક મોટી સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે જીવનની સાનુકૂળ પરિસ્થિતિઓ માટેની શક્યતાઓ ખોલે છે. અગાઉ, યુએસ સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી હતી કે સર્ચ રોબોટ ક્યુરિયોસિટી, જે ૨૦૧૨ માં મંગળ પર ઉતર્યો હતો, તેના ખડકોમાં ત્રણ અબજ વર્ષ જૂનું કાર્બનિક અણુ મળી આવ્યું છે. આ સૂચવે છે કે તે સમયે આ ગ્રહ પર જીવન રહ્યું હશે.
અમેરિકન રોબોટ્‌સની રોવર ક્યુરિયોસિટી અને ઇએસએના સેટેલાઇટ્‌સના લીધ એ ભાળ મેળવવી સરળ થઇ ગઇ છે કે મંગળ પર કઇ જગ્યાએ ભેજ છે. કઇ જગ્યા સૂકી છે. રોવર્સે ભાળ મેળવી છે કે ત્યાં હવામાં કયાંક વધુ આદ્રતા છે. આ ગ્રહની સપાટીની શોધમાં લાગેલા રોવર્સે એમ પણ જાણ્યું છે કે તેની માટી પહેલાં કરવામાં આવેલા અંદાજો કરતાં ઘણી ભેજવાળી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button