Anand

કણજટ ઈન્દિરાનગરીમાંથી ૧૬ વર્ષની કિશોરીને યુવક ભગાડીને લઈ ગયો

આણંદ, તા. ૨૯
ખંભાત તાલુકાના કણજટ ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતી ૧૬ વર્ષની સગીર વયની કિશોરીને ગામમાં રહેતો યુવક ફોસલાવી પટાવી ભગાડીને લઈ ગયો હોવાનો બનાવ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી વિગતો અનુસાર કણજટ ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા ભીખીબેન બુધાભાઈ ડાભીની દિકરી સોનલબેન ઉ.વ. ૧૫ વર્ષ ૧૧ માસની બહેનપણી કોમલબેન ગત તા. ૨૩-૯-૨૦૨૦ ના રોજ તેઓના ઘરે આવી હતી. અને ભીખીબેનને જણાવ્યું હતું કે સોનલના લગ્ન મારા ભાઈ ભાવેશ સાથે કરવા અંગે વાત કરવા આવી છે. જેથી ભીખીબેને કહ્યું હતું કે સોનલની હજી ઉંમર નાની છે. જેથી લગ્નની ના પાડી હતી. ત્યારબાદ કોમલ પોતાના ઘરે પરત જતી રહી હતી. અને રાત્રીના ૮ વાગ્યા બાદ સોનલ પોતાના ઘરેથી લાપત્તા થઈ જતા તેની શોધખોળ કરતા ભાવેશભાઈ રતીલાલ વાઘેલા સગીર વયની સોનલને ફોસલાવી પટાવી લગ્ન કરવાની લાલચ આપી જારકર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હોવાનું જણાતા આ બનાવ અંગે ભીખીબેન બુધાભાઈ ડાભીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ભાવેશભાઈ રતીલાલ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button