આણંદ

કોઠીયાપુરાથી નિલકંઠપુરાનો અઢી કિલોમીટરના રસ્તાનો જાેબ નંબર ફળવાયો પણ રસ્તો બનતો નથી

આણંદ, તા. ૩૦
કોઠીયાપુરાથી નિલકંઠપુરાનો અઢી કિલોમીટરનો જાેડતો રસ્તાને જાેબ નંબર આપી દેવામાં આવ્યો છે. પરંતુ આજદિન સુધી બન્યો છે. તાજેતરમાં પણ આ અઢી કિલોમીટરના માર્ગ માટે જાેબ નંબર ફાળવામાં આવે છે. પરંતુ રસ્તો બનતો નથી જેને કારણે ચોમાસામાં ગ્રામજનોને પારાવર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા કોઠીયાપુરા અને નિલકંઠપુરાની જનતાને અવર જવર માટે એક જ માર્ગ છે. જે વર્ષોથી ધુળીયો છે. આ બાબતે ૨૦ વર્ષમાં વારંવાર રજુઆત કરવા છતાં ડામર રોડનું કામ હાથ ધરાયું નથી. ચોમાસામાં વરસાદ પડે ત્યારે રસ્તો ધુળીયો હોવાથી કાદવ કીચ્ચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. જેથી વાહન લઈને જવું મુશ્કેલ બની જાય છે. આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને દવાખાને કેવી રીતે લઈ જવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે અને પશુઓ બીમાર પડે તો ડોકટરની ગાડી પણ આવી શકતી નથી. ખેતીકામ માટે કે અન્ય કોઈપણ કારણસર બહાર જવાનું થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ માટે જાેબ નંબર ફાળવવામાં આવ્યો છે પરંતુ આજદિન સુધી કામ શરુ થયું નથી. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button