નવી દિલ્હી

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ૫૦-૫૦ ટકા બેઠકો મળશે ઃ મોવડીઓનું સર્વે

નવી દીલ્હી,તા.૩૦
વિધાનસભાની પેટા ચૂંટણીની દુંદભી વાગી ચૂકી છે. બન્ને રાજકીય પક્ષોએ જીતના દાવાઓ કરી દીધા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાવવામાં ઓવેલા ખાનગી સર્વેના ચોંકાવનારા પરિણમોમાં શાસક પક્ષ ભાજપ ચાર બેઠકો પર હારનો સામનો કરવો પડે તેમ છે. આ હારને જીતમાં પરિવર્તિત કરવા માટે માઈક્રોપ્લાનિંગ શ કરવામાં આવ્યું છે.૩જી નવેમ્બરે રાજ્યની ૮ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લીંબડી, મોરબી, કરજણ અને ધારી આ ચાર બેકો ભાજપે આંતરિક જૂથવાદ અને ટાંટિયાખેંચના પરિણામે ગુમાવવી પડશે અને ટાંટિયાખેંચના પરિણમે ગુમાવવી પડશે. આ એન્ટી ઈન્કમ્બન્સીસનું મુખ્ય કારણ પક્ષપલટો કરીને આવેલા ધારાસભ્યો સામે સ્થાનિક આગેવાનોમાં રોષ અને પક્ષપલટો કરીને આવેલાને પ્રજા સબક શિખવાડીને રહેશે.
આ મામલે ભાજપ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે પાણી પહેલા જ પાળ બાંધી દીધી હતી કે ૨૦૧૭માં કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટાયેલા આઠ જેટલા ધારાસભ્યો પક્ષની સામે નારાજગી હોવાથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે.
અગાઉ આ તમામ બેઠકો કોંગ્રેસના કબજામાં હતી હવે જે બેઠકો મળશે તે ભાજપ માટે વકરો તેટલો નફો સાબિત થશે. કોંગ્રેસના પ્રમુખ અમિત વડાએ પેટા ચૂંટણીની જાહેરાત થયા પછી આકરા પ્રહારો કરતા જણાવેલ કે મતદારો ભાજપ્ને સબક શિખડાવીને રહેશે. પ્રજા પક્ષપલટુઓને જવાબ આપશે. ૨૫ વર્ષનાં ભાજપ્ના રાજમાં ગુંડાગર્દી વધી છે. આથી પ્રજા જાકારો આપશે. તમામે-તમામ બેઠકો પર અમારું પ્રભુત્વ જાળવી રાખીશું.વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ બન્ને રાજકીય પક્ષો જીતના દાવાઓ કરી રહી છે. પરંતુ આંતરિક સર્વે મુજબ આ ૮માંથી ૪ બેઠકો મેળવવામાં ભાજપ્ને લોઢાના ચણા ચાવવા બરાબર પુરવાર થશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button