નવી દિલ્હી

ડિઝનીએ લીધો મોટો ર્નિણય, થીમપાર્કના ૨૮૦૦૦ કર્મચારીઓને કરશે છૂટા

ન્યુયોર્ક, તા. ૩૦
કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂક્યો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્‌નીએ પણ મોટો ર્નિણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે.
કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.
ડિઝ્‌ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે.કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્‌નીના થીમપાર્કમાં મહામારી પહેલાં ૧,૧૦,૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં ૮૨૦૦૦ કર્મચારીઓ કાર્યરત રહેશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button