આણંદ

આણંદખાતે સમાજવાદીની બેઠકમાં ઃ સંગઠનના હોદેદારોનું સન્માન કરાયુ

આણંદ,તા.૨
સમાજવાદી પાર્ટીની આણંદ જિલ્લા કારોબારી મીટીંગ આણંદ સરકીટ હાઉસ ખાતે સમાજવાદ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રિસંહ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં આણંદ જિલ્લા સંગઠનના હોદેદારો અને ગુજરાત પ્રદેશ હોદેદારોને વરણી કરીને તેઓને પાર્ટીનો દુપટો પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.સમાજવાદી પાર્ટી દ્વારા આગામી સમયમાં આણંદ જિલ્લા સહિત રાજયની તમામ નગરપાલિકા અનેમહા નગરપાલિકા,સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદ, વડોદરા,સુરત સહિત રાજયમાંથી સમાજવાદી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રભાઇ યાદવે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં અરાજકતા વધી છે. પ્રજા સુરક્ષિત રહી નથી. સરકાર તમામ ક્ષેત્રેમાં નિષ્ફળ ગઇ છે. મોંધવારી ,રોજગારી,ગરીબી નાથવા નિષ્ફળ ગઇ છે.મહિલાઓ અને બાળાઓ સુરક્ષિત રહી નથી. રાજકોટમાં ચાર દિવસ પહેલા એક બાળકીને ઉઠાવી જઇને તેના પર દુર્ષ્કમ આચરવામાં આવ્યું હતું.તેમાં આપણે સૌ જાણીએ છે કે તેમાં કોનો હાથ છે.તેમ છતાં સરકાર દ્વારા આવા તત્વોને છાવરમાં આવે છે. દિલ્હી સહિત દેશના કેટલાક ભાગોમાં તોફાનો ફાટી નીકળ્યા છે. કેટલાંક નિર્દોષ માનવી ભોગ લેવાઇ રહ્યો છે.અરાજકતાના પગલે દેશની પ્રજા અસલામતી અનુભવી રહી છે. ત્યારે આવી સરકારને જવાબ આપવાનો સમય પાકી ગયો છે. સમાજવાદી પાર્ટી સૌને સાથે રાખીને દેશની પ્રજાના સુખકારીને પ્રાધાન્ય આપે છે.શિક્ષણ,આરોગ્ય સહિતની સેવાઓ એક માત્ર સમાજવાદી પાર્ટી નિશુલ્ક યુપી તેમના શાસન દરમિયાન પૂરી પાડી છે. ત્યારે આવનાર દિવસો ગુજરાતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઝંપલાવશે.
આ પ્રસંગે સમાજવાદી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ નયનાબેન પરમારે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી મહીલાઉર્ત્કષને પ્રાધાન્ય આપે છે.મહિલાઓના પ્રશ્નો હલ કરવા માટે પ્રયાસ હાથધરે છે. મહિલાઓને રોજરોટી મળી રહે તે માટે નાનાઉદ્યોગ,ગૃહ ઉદ્યોગ સહિતના વ્યવસાયને પ્રાધાન્ય આપવામાં આવે છે.તેમજ મહિલા શિક્ષત બંને તેવા પ્રયાસ હાથધરવામાં આવશે.
આ પ્રસંગે આણંદ જિલ્લા અધ્યક્ષ તરીકે વિનોદકુમાર યાદવની નિમણુંક કરીને તેઓને દુપટો પહેરાવીને સુરેન્દ્રસંહિ યાદવે આવકાર્યા હતા. આ પ્રસંગે જુદા જુદા ક્ષેત્રમાંથી મહિલા સંગઠનની બહેનોનું સન્માન કરાવવા આવ્યું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button