આણંદ

કૃષિબિલ અંગે જાગૃતતા લાવવા ભાજપના કિશાન મોર્ચાના ઉપાધ્યક્ષ વિપુલ પટેલ (ડભોઉ) મેદાને ઃ ખાટલા બેઠકો શરૂ કરી

આણંદ, તા. ૭
ભારતીય જનતા પાર્ટીના કિશાન મોરચાના ગુજરાતના ઉપાધ્યક્ષ વિપુલભાઈ પટેલ (ડભોઉ) દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિબિલ અંગે લોકજાગૃતિ લાવવા આણંદ જિલ્લા વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ખાટલા બેઠક શરૂ કરવામાં આવી છે. કિશાન મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ વિપુલભાઈ પટેલ (ડભોઉ) દ્વારા પેટલાદ તાલુકાના ભારેલ, સુંદરણા, લકકડપુરા, દાવલપુરા, વિશ્રામપુરા સહિત તાજેતરમાં પણ ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિબિલના ફાયદાઓ તેમજ કોગ્રેસ દ્વારા કરવામાં આવતા પ્રચાર અંગે માહિતગાર કર્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button