આણંદ

વોર્ડ નં ૧૩ માં જીટોડિયા રોડ પર આવેલ મહાવીર નગર સોસાયટીમાં પીવાના પાણી માટે નવીન પાઈપ લાઈનનુ ખાત મુહૂર્ત

આણંદ નગર પાલિકા હસ્તક આવેલ વોર્ડ નં ૧૩ માં જીટોડિયા રોડ પર આવેલ મહાવીર નગર સોસાયટીમાં આજે પીવાના પાણી માટે નવીન પાઈપ લાઈન- કનેકશન નાંખવાનુ કામગીરી માટે ખાત મુહૂર્ત વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નં ૧૩ ના કાઉન્સિલર સુમિત્રાબેન પઢિયાર, આણંદ શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ પઢિયાર, કાઉન્સિલર છાયાબેન ઝાલાપ્‌, આણંદ શહેર ભાજપ ઉપ – પ્રમુખ યોગેશભાઈ ચાવડા, પરેશભાઈ પટેલ, નવીનચંન્દ્ર ત્રિવેદી, કે.વી. પરિયાણી, પ્રવિણભાઈ વૈદ સહિત મહિલાઓ અન્ય રહીશોના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતુ. આમ મહાવીર નગર સોસાયટીમાં બોર કુવાનું પાણી આવતુ હતુ. પરંતુ વર્ષો બાદ સોસાયટીમાં પાલિકાના પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ થનાર હોઈ સ્થાનિક રહીશો નગર સેવકોનો આભાર સહિત આનંદની લાગણીઓ વ્યક્ત કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button