આણંદ

ઉંટખરી બસ સ્ટેન્ડ નજીકથી ૪૮૦૦ ના બીયર સાથે એક ઝડપાયો, બે ફરાર

આણંદ, તા. ૨
ઉમરેઠ તાલુકાના ઉંટખરી બસ સ્ટેન્ડ નજીકથી ભાલેજ પોલીસે ૪૮૦૦ રુપિયાના બીયર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યારે બે શખ્સો મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે ભાલેજ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ભાલેજ પોલીસને મળેલી બાતમીના આધારે ઉંટખરી બસ સ્ટેન્ડ નજીક છાપો મારતા બે શખ્સો મોટરસાયકલ ઉપર બેઠેલા હતા અને એક શખ્સ હાથમાં થેલો લઈને ઉભો હતો. જે પોલીસને જાતા જ મોટરસાયકલ સવાર બે શખ્સો મોટરસાયકલ લઈ ભાગી છુટ્યા હતા. જ્યારે થેલો લઈને ઉભેલો શખ્સ પણ થેલો મુકી ભાગવા જતા પોલીસે તેને ઝડપી લઈ તેની પુછપરછ કરતા તેને પોતાની ઓળખ જીતેશભાઈ ભાવસિંગભાઈ ભીલવાળ રહે. ગામ પારેવા, હઠીલા ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ તરીકે આપી હતી. પોલીસે તેની પાસેના થેલાની તલાસી લેતા તેમાંથી બીયરના ટીન નંગ ૨૪ કિં.રુ. ૪૮૦૦ અને એક મોબાઈલ ફોન સાથે ૧૪૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી મોટરસાયકલ પર ભાગી ગયેલા શખ્સો અંગે પુછપરછ કરતા મોટરસાયકલ ચાલક જયેશભાઈ દિનેશભાઈ વાઘેલા અને પાછળ બેઠેલો શખ્સ અજયભાઈ રાયસિંગ ભીલવાળ હોવાનું જણાવ્યુંહતું. તેમજ જયેશભાઈ વાઘેલા બીયર લેવા આવ્યો હતો અને તેની પાછળ અજયભાઈને બેસાડી જયેશ બેસવા જતો હતો. ત્યારે પોલીસ આવી જતા અજય અને જયેશ ભાગી છુટ્યા હતા. જ્યારે જીતેશ ઝડપાઈ ગયો હતો. જે બનાવ અંગે ભાલેજ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button