આણંદ

ડાકોરમાં રાજા રણછોડના દર્શન માટે હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન નહી કરાવવું પડે

આણંદ, તા. ૧૦
યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડના દર્શન કરવા જતા ભક્તો માટે આનંદના સમાચાર છે. હવે ભક્તોને રાજા રણછોડના દર્શન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન નહી કરાવવુ પડે. કોરોના કાળમાં જ્યારથી મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ભક્તો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયુ હતુ, પરંતુ હવે આ ઝંઝટમાંથી ભક્તોને મુક્તિ અપાઇ છે. કોરોના કાળ દરમ્યાન લોકોની ભીડ એકત્ર ના થાય, કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવાયુ હતુ. જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભક્તોને રાજાધીરાજના દર્શન કરવામાં ભારે અગવડતા પડતી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button