નવી દિલ્હી

ડીઝીટલ ઇન્ડીયા કરનાર મોદી સોશ્યલ મિડીયા છોડવાની વાત કરે છે ઃ કોંગ્રેસ

નવી દિલ્હી, તા. ૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મિડિયા છોડી દેવાના સંકેત બાદ તમામ લોકો ભારે દુવિધામાં દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પણ દુવિધામાં છે. પાર્ટીઓ ભારે સસ્પેન્સમાં છે. કોંગ્રેસ પાર્ટીને પણ સમજાઇ રહ્યુ નથી કે આખરે મોદી આવુ કેમ કરી રહ્યા છે. દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મોદીને કહ્યુ છે તકે જા તેમને દિલ્હી રમખાણોને લઇને એટલી પિડા છે તો સોશિયલ મિડિયા પર નહીં બલ્કે વડાપ્રધાન પદ છોડી દેવાની જરૂર છે.
અધિર રંજન ચૌઘરીએ જાહેરાત કરીને નવી ચર્ચા જગાવી છે. અધિરે સાફ શબ્દોમાં કહ્યુ છે કે મોદી વર્તમાન જટિલ સમસ્યાઓથી લોકોના ધ્યાનને અન્યત્ર વાળવા માટે આવુકરી રહ્યા છે. કોંગ્રેસના નેતાએ પ્રશ્ન કર્યો છે કે શુ મોદી હવે સાધુ સંત બની જશે.
અધિરે કહ્યુ છે કે દેશમાં કેટલાક એવા દાખલા છે જ્યારે નૈતિકતાના આધાર પર પદ છોડી દેવામાં આવ્યા છે. લાલ બહાદુર શા†ીનો દાખલો રહેલો છે. રેલવે અકસ્માત બાદ તેઓએ હોદ્દો છોડી દીધો હતો. પુજારી સોશિયલ મિડિયા છોડશે તો ક્યાં જશે. અધિરે પ્રશ્ન કરતા કહ્યુ છે કે શુ મોદી માનસરોવર જતા રહેશે. કોંગ્રેસી નેતાએ કહ્યુ છે કે મોદીએ દેશના લોકોને અંધારામાં રાખવા જાઇએ નહીં. સમગ્ર વાત શુ છે તે વાત મોદી કરે તે જરૂરી છે. મોદીના ટ્‌વીટર પર ૫.૩ કરોડ ફોલોઅર્સ છે. ફેસબુક પર પીએમના ૪.૪ કરોડ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર મોદીના ૩.૫ કરોડ ફોલોઅર્સ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button