નવી દિલ્હી

ભારતના પરમાણુ પ્લાન્ટ પર હૈકર્સની નજર છે અણુ પ્લાન્ટની સામે ખતરો

નવી દિલ્હી,તા.૧૩
દક્ષિણ કોરિયાના એક બિન લાભકારી ગુપ્તચર સંગઠન દ્વારા ઓનલાઇન અભ્યાસ કર્યા બાદ દાવો કર્યો છે કે તમિળનાડુના કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટપર ઉત્તર કોરિયાના હૈકર્સની ચાંપતી નજર રહેલી છે. આના માટે કેટલાક કારણો પણ રહેલા છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર થયેલા માલવેયર અટેકના જવાબદાર લોકો ઉત્તર કોરિયાના નિકળ્યા છે. સંગઠને પોતાના દાવામાં કેટલાક નક્કર દસ્તાવેજાે પણ જારી કર્યા છે. ઇશુ મેકર્સ લેબ નામના સંગઠન દ્વારા કેટલાક દાવા પણ કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે નોર્થ કોરિયાના આ હૈકર્સ ઉપરાંત ભારતના કેટલાક દિગ્ગજ ન્યુક્લિયર વૈજ્ઞાનિકોને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. જેમાં એટોમિક એનર્જી કમીશનના પૂર્વ ચેરમેન અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર અનિલ કાકોદકરનો સમાવેશ થાય છે. સાથે સાથે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના પૂર્વ ચેરમેન એસએ ભારદ્ધાજને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. સંગઠને દાવો કર્યો છે કે માલવેયર ભરેલા મેલ્સ મારફતે હૈકર્સ ભારતના ન્યુક્લિયર એનર્જી સેક્ચરમાં કોઇનો પણ સંપર્ક કરી શકે છે. સંગઠને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે નોર્થ કોરિયાના આ હૈકર્સે આ હેકિંગ માટે એક સ્વદેશી કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો. જેને માત્ર નોર્થ કોરિયામાં જ ઉપયોગ કરવામાં આવે છે. હૈકર્સના આઇપી એડ્રેસતી માહિતી મળે છે કે આને પાટનગર પ્યોંગયાંગથી આ લોકો સંચાલિત કરી રહ્યા હતા. આ માલવેયર અટેકનો મુખ્ય ઉદ્ધેશ્ય જાસુસી કરવા સાથે સંબંધિત હતો. નોર્થ કોરિયા થોરિયમ આધારિત ન્યુક્લિયક પાવરમાં રસ ધરાવે છે. જે યુરેનિયમ આધારિત ન્યુક્લિયર પાવરને રિપ્લેશ કરે છે. કોરોના કાળમાં સાઇબર પ્રવૃતિઓ દુનિયાના દેશોમાં સતત વધી રહી છે. તમામ દેશ તેની સાઇબર સુરક્ષાને મજબુત કરવામાં લાગેલા છે. ભારત પણ પાછળ નથી. સાથે સાથે સાયબર હુમલાને રોકવા અને હૈકર્સની ગતિવિધી પર બ્રેક મુકવા માટેની તૈયારી પણ ભારત દ્વારા કરાઇ

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button