આણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી

આણંદ, તા. ૨૪
આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર ઈન્દિરા સ્ટેચ્યુ સામે રહેતા યુવાને પોતાના મકાનના ત્રીજા માળે આવેલી ઓરડીમાં વાયર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુ તપાસ કરતા યુવકે પોતાના મોબાઈલ ફોનમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેથી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આરંભી છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલા ઈન્દિરા સ્ટેચ્યુ સામે રહેતા વિપુલભાઈ પ્રવિણભાઈ પટેલે આજે સવારના સુમારે પોતાના મકાનના ત્રીજા માળે આવેલા રુમમાં વાયર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વિપુલભાઈના પત્ની ત્રીજા માળે આવેલા રુમમાં જતા તેઓએ વિપુલભાઈનો મૃતદેહ લટકતો જાેતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરતા સરદાર બાગ પોલીસ ચોકીના પીએસઆઈ પી. વી. વાઘેલા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓએ મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતકના મોબાઈલ ફોનમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જાણવા મળ્યા મુજબ યુવકે માથા પર દેવુ થઈ જતા આત્મહત્યા કરી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.