નવી દિલ્હી

ત્રણ મહીનામાં વધાર્યું સાત કિલો વજન, હાર્દિક પંડ્‌યાએ શેર કરી તસવીર

નવી દીલ્હી,તા.૪
હાર્દિક પંડ્‌યાએ કમરની સર્જરી કરાવી અને હવે તે પોતાની ટીમ ઇન્ડિયામાં જોડાઇને ફરી ક્રિકેટના મેદાન પર પોતાનું કૌશલ્ય દેખાડવા તત્પર છે. ડી વાય પાટીલ ્‌૨૦માં શાનદાર પ્રદર્શન કરી રહેલા આ ઓલ રાઉન્ડરે તાજેતરમં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક શર્ટલેસ ફોટોગ્રાફ શેર કર્યો છે. આ ફોટોગ્રાફને લોકો વખાણી રહ્યા છે.
હાર્દિક પંડ્‌યાએ છેલ્લા ત્રણ મહીનામાં ૭ કિલો વજન વધાર્યું છે. તે પાછલા છ મહિનાથી ટીમ ઇન્ડિયાની બહાર હતો અને તે ટીમમાં પાછા ફરવા માટે ભારે મહેનત કરી રહ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાર્દિક ભારત માટે રમતો જોવા મળ્યો હતો અને તે પછી તે ટીમની બહાર હતો કારણકે તેને કમરમાં તકલીફ હતી. લોઅર બેકની સર્જરી પછી હવે તેની તબિયત એકદમ સરસ છે અને તે સ્વસ્થ છે.
તેણે પોતાની કમાલ મેદાન પર દર્શાવવાનું પણ શરૂ કરી દીધું છે. તેણે ત્રણ મહિનામાં વજન ૬૮થી વધારીને ૭૫ કિલો કર્યું છે. હાર્દિકે પોતાના આ ટ્રાન્સફરમેશનનો ફોટોગ્રાફ શેર કર્યો તો અને લખ્યું હતું કે તેણે આ રૂપ આકરી મહેનત અને કોઇપણ શોર્ટકટ વગર મેળવ્યું છે. તેણે પોતાની જાત માટે સ્ટ્રોંગર અને બેટર એવા શબ્દો વાપર્યા હતા. ૨૦૧૮માં હાર્દિક પંડ્‌યા એશિયા કપ દરમિયાન ઇજાગ્રસ્ત થવાથી ટીમની અંદર બહાર કર્યા કરતો હતો અને ગયા વર્ષે આૅક્ટોબરમાં તેણે લંડનમાં પોતાની કમરની સર્જરી કરાવી.. હાલમાં તે ટી ૨૦ ટુર્નામેન્ટમાં છે અને તેણે મંગળવારે તેમાં બહુ સારો દેખાવ કર્યો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button