આણંદ

પીઠાઈ ગામે બમ્પ તોડવા બાબતે ઝઘડો થતા પથ્થરમારામાં ૧૪ ઘાયલ

આણંદ, તા. ૪
ખેડા જીલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ ગામના લલ્લુપુરામાં બમ્પ તોડવા બાબતે બોલાચાલી થતા બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ ભારે પથ્થરમારો થયો હતો. જેમાં ૧૪ વ્યÂક્તઓને વધતી ઓછી ઈજાઓ થઈ હતી. જે બનાવ અંગે કઠલાલ પોલીસે ૧૪ આરોપીઓ વિરુદ્ધ સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર પીઠાઈ ગામના લલ્લુપુરામાં રહેતા પ્રવિણભાઈ ચંદુભાઈ ચૌહાણના ઘર પાસે થઈ ગામમાં જવાનો રસ્તો આવેલો છે. જે રસ્તા પર બ્લોક નાંખેલા હોય રસ્તા પરથી વાહનો વધુ ઝડપે જતા હોય અને તેમના પરિવારના નાના બાળકો રસ્તા પર રમતા હોય તેઓએ ગઈકાલે રસ્તામાં બ્લોક ઉંચા કરીને એક બમ્પ બનાવ્યો હતો. અને ગઈકાલે રાત્રીના ૮-૧૫ વાગ્યાના સુમારે ગામમાં રહેતો જુવાનસિંહ ખુમાનસિંહ પરમાર ગાળો બોલી ઘર પાસે બનાવેલો બમ્પ તોડતો હોય જેથી પ્રવિણભાઈએ તેઓને બમ્પ કેમ તોડી નાંખો છો અહીંયા અમારા પરિવારના બાળકો રમે છે અને વાહન ચાલકો ઝડપથી વાહનો હંકારતા હોય બાળકો અડફેટમાં આવી જવાની ભીતિ હોય તમે બમ્પ તોડશો નહી તેમ કહેતા જુવાનસિંહ સહિત સાત જણાએ પ્રવિણભાઈ અને તેમના પરિવારજનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પ્રવિણભાઈને ઈજાઓ પહોંચી હતી તેમજ પ્રવિણભાઈના પત્ની કૈલાસબેન તેમના પરિવારના કાંતાબેન ઉદેસિંહ ચૌહાણ, કેસરબેન સુરસિંગભાઈ ચૌહાણ, નરેશભાઈ જેસંગભાઈ ચૌહાણ, ફતાભાઈ પુજાભાઈ ચૌહાણ, આનંદીબેન ચંદુભાઈ ચૌહાણ, રક્ષાબેન રઈજીભાઈ ચૌહાણ, શાંતાબેન છગનભાઈ ચૌહાણને પથ્થરો વાગતા ઈજાઓ પહોંચી હતી. જેથી પ્રવિણભાઈના પરિવારજનો પોતાના મકાનમાં જઈ દરવાજા બંધ કરી દેતા મકાન પર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી આ બનાવ અંગે પ્રવિણભાઈ ચંદુભાઈ ચૌહાણની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે જુવાનસિંહ ખુમાનસિંહ પરમાર, કાલુભાઈ ઉર્ફે અનોપસિંહ જવાનસિંહ પરમાર, સુરેશભાઈ જવાનસિંહ પરમાર, અજીતભાઈ બુધાભાઈ પરમાર, છત્રસિંહ ખુમાનસિંહ પરમાર, વિજયભાઈ ભીખાભાઈ પરમાર, હિતેશભાઈ ભીખાભાઈ પરમાર વિરુદ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૩૩૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે સામા પક્ષે અજીતસિંહ બુધાભાઈ પરમારે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગામમાંથી ફળિયામાં અવર જવર કરવાના માર્ગ પર પ્રવિણભાઈ ચંદુભાઈએ બ્લોક ઉઠાવી વચ્ચે જરુર વગરના બમ્પ બનાવી દીધા હોય અજીતસિંહનો ભત્રિજા અનુપસિંહ પોતાની કાર લઈ અજીતસિંહના ઘરે જતો હતો ત્યારે બમ્પ ઉપર મુકેલા બ્લોક કારની નીચે અડી જઈ નુકસાન કરે તેમ હોય અનુપસિંહ કાર ઉભી રાખી બ્લોક ખસેડતો હતો. પ્રવિણભાઈ તથા વિપુલભાઈએ અનુપસિંહને ગાળો બોલી બ્લોક કેમ ખસેડે છે તેમ કહી ઝઘડો કરી અજીતસિંહ તથા તેમના પરિવારજનોએ ઘટનાસ્થળે દોડી જઈ ઝઘડો નહી કરવા સમજાવતા પ્રવિણસિંહ સહિત સાત જણાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં અજીતસિંહ તેમજ તેમના પત્ની કૈલાસબેન, ભાભી નંદાબેન, ભાઈ છત્રસિંહ, ભત્રીજા અનુપસિંહ, વિક્રમસિંહને પથ્થરમારામાં ઈજા થઈ હતી. જેથી આ બનાવ અંગે કઠલાલ પોલીસે પ્રવિણભાઈ ચંદુભાઈ પરમાર, વિપુલભાઈ અરવિંદભાઈ પરમાર, નરેશભાઈ અરવિંદભાઈ પરમાર, ફતાભાઈ પુજાભાઈ પરમાર, સુરસિંગભાઈ છગનભાઈ પરમાર, અજીતભાઈ બબાભાઈ પરમાર અને રઈજીભાઈ છગનભાઈ પરમાર સહિત સાત જણા વિરુદ્ધ ઈપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૩૩૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button