શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવમાં ભડકો

આણંદની શાકમાર્કેટમાં શાકભાજીનાં ભાવ પ્રતિકિલો જાેવામાં આવે તો ટામેટા ૫૦ રૂપિયા, બીટ ૮૦ રૂપિયા, ગાજર ૮૦ રૂપિયા, સીમલા મરચા ૧૦૦ રૂપિયા, ડુંગળી ૮૦ રૂપિયા, બટાકા ૫૦ રૂપિયા, મરચા ૮૦ રૂપિયા,તુવેર ૧૦૦ રૂપિયા, ભીંડા ૬૦ રૂપિયા,ગુવાર ૮૦ રૂપિયા, મેથીની ભાજી ૫૦ રૂપિયા,ચોળી ૬૦ રૂપિયા, કોબીજ ૮૦ રૂપિયા, સવાની ભાજી ૫૦ રૂપિયા,મૂળા ૪૦ રૂપિયા, લસણ ૧૪૦ રૂપિયા,લીંબુ ૪૦ રૂપિયા, દૂધી ૪૦ રૂપિયા, રીંગણા ૫૦ રૂપિયા, ધાણા ૬૦ રૂપિયા, આદુ ૬૦ રૂપિયાનાં ભાવે વેચાઈ રહ્યા છે,
આણંદ,તા.૨
આણંદ ખેડા જિલ્લામાં શિયાળાનાં પ્રારંભમાંજ લીલા શાકભાજીની આવકમાં ધટાડો થતા શાકભાજીનાં ભાવમાં ભડકો થયો છે,અને શાકભાજી ડુંગળી બટાકાનાં ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે,અને જેને લઈને ગૃહિણીઓ દ્વારા રસોઈની થાળીમાં કઠોળનું પ્રમાણ વધારવાની ફરજ પડી છે. આણંદ શહેર સહિત ખેડા આણંદ જિલ્લામાં શિયાળાનાં પ્રારંભમાંજ લીલા શાકભાજીની આવકમાં ધટાડો થતા શાકભાજી તેમજ ડુંગળી બટાકાની આવકમાં ધટાડો થયો છે,જેને લઈને શાકભાજી અને ડુંગળી બટાકાનાં ભાવ આસમાને જતા ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે,અને જેને લઈને ગૃહિણીઓને ફરજીયાતપણે રસોઈની થાળીમાં કઠોળનું પ્રમાણ વધારવાની ફરજ પડી છે, આણંદ ખેડા જિલ્લા સહિતના વિવિધ વિસ્તારમાં પાછોતરો ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાનાં કારણે શાકભાજીનો પાક કહોવાઈ જતા શાકભાજીના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો પાસેથી તેમજ રાજય બહારથી આણંદ ખેડા જિલ્લાનાં શાકમાર્કેટમાં આવતી શાકભાજીની આવકમા નોધપાત્ર ઘટાડો થયો છે,સાથે સાથે જિલ્લા અને રાજય બહારથી પણ શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટીંગ સહિતના ખર્ચને લઈને શાકભાજીના ભાવ ઊંચકાઈ ગયા છે.એમાંય કેટલીક લીલી શાકભાજીના ભાવમાતો ૪૦ થી ૫૦ ટકા ભાવવધારો થયો છે.પરિણામે ગૃહિણીઓ એ ફરજીયાત પણે કઠોળનો ઉપયોગ વધારી દીધો છે.વેપારીઓના મતે ભાવવધારાની આ અસર શાકભાજીનો નવો પાક ન આવે ત્યાં સુધી એટલેકે દિવાળી સુધી રહેશે. પાછોતરા વરસાદમાં શાકભાજીના ઉભા મોલમાં ફૂલો ખરી પડતા શાકભાજીનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે જેના કારણે આણંદ નડીયાદના શાકમાર્કેટમાં શાકભાજી ની આવક અપૂરતી રહેતા છેલ્લાં પખવાડિયા ઉપરાંતથી શાકભાજીનાં ભાવ ઊંચકાઈ ગયા છે.જેમાં ડુંગળી, ટીંડોલી, ગવાર, ફુલાવર, ટામેટાના ભાવ છેલ્લા પખવાડિયામાં બમણા થઈ ગયા છે. આ અંગે આણંદનાં શાકમાર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા આવેલી ગૃહિણી મીનાબેન પટેલએ જણાવ્યું હતું કે શાકભાજી ના ભાવમાં અસહ્ય ભાવવધારો થયો છે જેના કારણે સવાર પડતા જ અમારે શેનું શાક બનાવવું તેની ચિંતા રહે છે,આમ તો અમારા ઘરે પખવાડિયામાં બે વાર કઠોળ બનાવાતું હતું પરંતુ શાકભાજી ના ભાવવધારાના કારણે છેલ્લા એક મહીનાથી અઠવાડિયામાં બે થી ત્રણ વાર કઠોળ બનાવવાની ફરજ પડે છે. અને શાકભાજીનાં ભાવને લઈને બજેટ બેલેન્સ કરવું મુસ્કેલ બન્યું છે. શાક માર્કેટનાં વેપારીએ જણાવ્યું હતું કે સતત પડેલા વરસાદ ના કારણે આણંદનાં બજારમાં શાકભાજીનો જથ્થો ઓછો આવતો હોવાથી લીલું શાક મોંઘું થયું છે જેના કારણે લોકોએ ખરીદીમાં જ કાપ મૂકી દીધો છે.અનો લોકો શાકભાજીની ખરીદી ઓછી કરી રહ્યા છે, આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે નાસિક,મહારાષ્ટ્ર થી આવતી ડુંગળીનું ઉત્પાદન ઓછું હોવાથી ડુંગળીની આવક ઘટી છે,જ્યારે સ્થાનિક ખેડૂતોને પાછોતરા વરસાદ ને કારણે શાકભાજીના પાકને નુકશાન થતા સ્થાનિક હોલસેલ બજારમાં આવક એક મહિનો મોડી છે જે આવક ચાલુ થતા શાકભાજીનાં ભાવ ઘટશે,અંદાજીત દિવાળી ની આસપાસમાં ભાવઘટાડો થાય તેવી શકયતા ગણી શકાય.