નવી દિલ્હી

ગુજરાતમાં આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે મતદાન પેટાચૂંટણીને લઇને રોમાંચ

અમદાવાદ,તા.૨
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાેવામાં આવી રહી હતી તે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઇને જાેરદાર રાજકીય ગરમી છે. આને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આઠેય આઠ બેઠકો જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં જે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે તેમાં કરજણ, મોરબી, ધારી, અબડાસા, લિમડી બેઠકનો પણ સમાવેશ થાય છે. તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા હતા. જેમાં મુખ્યપ્રધાન સીઆર પાટીલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સ્ટીગ ઓપરેશન વિડિયો સપાટી પર આવ્યા બાદ ભારે ચર્ચા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વિડિયોમાં સોમાભાઇ હોવાની વાત થઇ રહી છે. જાે કે સોમાભાઇ પટેલે કહ્યુ છે કે આ વિડિયો બોગસ છે. આ વિડિયોમાં તમામ બાબતો ખોટી છે. સોમાભાઇએ કહ્યુ છે કે વિડિયો જારી કરીને કોંગ્રેસે સમગ્ર કોળી સમાજનુ અપમાન કર્યુછે. લોકો હવે બોધપાઠ ભણાવે તે જરૂરી છે. ટેપ મામલે કોંગ્રેસને જવાબ આપવા માટે લોકોને અપીલ કરવામા ંઆવી છે. બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ કહી ચુક્યાછે કે કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં સત્તામાં નથી. ગુજરાત આગામી ૨૫ વર્ષ સુધી સત્તામાં આવશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ આત્મમંથન કરીને આગળ વધવુ જાેઇએ. સાથે સાથે આ બોગસ ટેપ બદલ માફી માંગવી જાેઇએ. ગુજરાતની સાથે સાથે જુદા જુદા રાજ્યોની ૫૩ બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં જીતના ંમોટા મોટા દાવા થઇ રહ્યા છે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button