આણંદ

નાપાવાંટા ગામની રંગાઈપુરા તળાવડી પાસે રીવર્સ થતા ડમ્પરની નીચે બાઈક ચાલક કચડાઈ જતા મોત

આણંદ,તા.૨
બોરસદ તાલુકાનાં નાપાવાંટા ગામની રંગાઈપુરા તળાવડી પાસેથી ગઈકાલે બપોરનાં સુમારે પુરપાટ ઝડપે રીવર્સ થતા ડમ્પરની પાછળ ઉભેલો બાઈક પાસે ઉભેલો કિશોર કચડાઈ જતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું હોવાનો બનાવ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી વિગતો અનુસાર નાપા વાંટા નારપુરા રોડ પર બામણીયા વિસ્તારમાં રહેતા અભેસિંગ ઉર્ફે ઈરફાન ઉદેસિંગ રાણા પોતાનાં કાકા અબ્દુલભાઈ ગેમલસિંગ રાણાનું મોટર સાયકલ લઈને પોતાનાં ભત્રીજા આશીષભાઈ જીતસિંહ રાણા ઉ.વ.૧૪ને પોતાનાં ખેતરમાં આવેલા ધરે મુકવા જતા હતા ત્યારે રસ્તામાં રંગાઈ તળાવડી નજીક બાઈકમાં પેટ્રોલ પુરુ થઈ જતા અભેસિંગ ઉર્ફે ઈરફાન બાઈકને રોડની સાઈડમાં ઉભુ રાખીને પોતાનાં ભત્રીજા આશીષને બાઈક પાસે ઉભોે રાખી નાપાવાંટા ગામ નજીક પેટ્રોલપંપ પર પેટ્રોલ લેવા ગયો હતો ત્યારે રંગાઈ તળાવડી પાસે ડમ્પર ચાલકએ પોતાનું ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રીવર્સમાં લેતા પાછળ ઉભેલી બાઈક અને આશીષને ડમ્પર નીચે કચડી નાખતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી આ ધટનાને લઈને આસપાસમાં ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા તેમજ આ બનાવ અંગે અભેસિંગ ઉર્ફે ઈરફાનને જાણ થતા તે ધટના સ્થળે દોડી આવ્યો હતો અને ગંભીરપણે ધવાયેલા આશીષને ત્વરીતે સારવાર માટે આણંદની ખાનગી હોસ્પીટલમાં ખસેડતા જયાં તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે અભેસિંગ ઉર્ફે ઈરફાનએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button