કોરોનાની મહામારી પગલે દિવાળી પર બેકરીઉદ્યોગ ભારે અસર

આણંદ,તા.૪
ચરોતરમાં દરવર્ષે દિવાળી પર નજીક આવે ત્યારે બેકરીઉદ્યોગ ધમધમતો હતો.પરંતુ ચાલુવર્ષે કોરોના મહામારીના પગલે તમામ પ્રકારનાધંધા રોજગારને ભારે અસર થઇ છે. આ વખતે દિવાળીમાં બજાર ના જામે તો મોટાભાગના ધંધા ઠપ્પ થઇ જવાની સંભાવના છે. હાલમાં કોરોના પગલે નાના નાના ધંધાઓ પડી ભાગ્યા છે.જયારે કેટલીક દુકાનો બંધ થઇગઇ છે. દવાળી પર્વ મીઠાઇની સાથે સાથે અવનવી વાનગી મોજ માણવાનું પર્વ મનાઇ છે.છેલ્લા ૪ દાયકાથી દિવાળી પર બેકરી આઇટ જેવી કે બિસ્કીટ,નાનખટાઇ,ખારી સહિતની આઇટમો વેચાણ થતું હોય છે.ખાસ કરીને વિવિધ કંપનીઓ અને દુકાનદાર દ્વારા પોતાના કર્મચારીઓને દિવાળી મીઠાઇ,બેકરી આઇટમ સહિતની ગીફટ આપતાં હોયછે.જેના કારણે મોટાભાગની કંપનીઓ નવરાત્રિની આસપાસ બેકરીવાળાને વિવિધ આઇટમો બનાવવા માટે એડવાન્સમાં ઓર્ડર આપી દે છે. આ વખતે દિવાળી આડે ગણતરીના દિવસો બાકી છે. તેમ છતાં બેકરીવાળાને મોટાભાગની કંપનીઓ તરફથી ઓર્ડર મળ્યા નથી જેના કારણે બેકરી ઉદ્યોગો અને ૬૦ ટકાનો ફટકો પડયો છે. દિવાળી પર મોટાભાગના પરિવાર દ્વારા અવનવી બેકરી આઇટમો ખરીદી કરતાં હોય છે.પરંતુ આ વખતે ૪૦ ટકા ઉપરાંત લોકોની નોકરી બંધ થઇ ગઇ છે.તેમજ પોતાના વેપારધંધા બંધ થઇ ગયા છે.માંડ માંડ હાલ ઘર ચાલી રહ્યંા છે.ત્યારે દિવાળી પર ખરીદી કરવી પરવડે તેમ નથી.તેઓ પણ લીમીટમાં જરૂરીયાત વાળી વસ્તુઓ ખરીદી કરે તેવી સંભાવના છે. દરવખતે દિવાળીના ૧૦ દિવસ અગાઉથી જિલ્લાની બેકરીઓમાં ગૃહિણીઓ બિસ્કીટ,નાનખટાઇ વગેરે પડાવે છે.જેમાં એક બેકરી પર દસ દિવસ દરમિયાન ૨૦૦ વધુ લોકો બિસ્કીટ પડાવવાનો ઓર્ડર આપી દે છે,પરંતુ આ વખતે હજુ ગૃહિણીઓ તરફથી પણ ઓર્ડર મળ્યા નથી. જેના પગલે બેકરીવાડાએ આ વખતે ૫૦ ટકા જેટલો જ માલ તૈયાર કરવાની ગણતરી લગાવી રહ્યાં છે. દરવખતે બેકરી ઉદ્યોગોને અંદાજે ૩ કરોડો વધુ ધંધો થતો હતો.જે આ વખતે દોઢ કરોડની આસપાસ ધંધો થવાની સંભાવના છે. આણંદ જિલ્લામાં નાની મોટી૨૬૭ વધુ બેકરી આવેલી છે. કોરોના પગલે લોકડાઉન દરમિયાન બેકરી ઉદ્યોગને ભારે માર પડયો છે.ત્યારે દિવાળી બગડે તો બેકરી ઉદ્યોગ ભારે અસર થવાની સંભાવના છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બેકરીઓ પર દિવાળી ટાંણે ૪૦ લાખની આસપાસનો ધંધો થતો હતો. જાે કે કોરોના મહામારીના પગલે બેકરી આઇટમો કોઇ વધારો નોંધાયો નથી. તેમ છતાં વેપારીઓ વધુ માલ બનાવતા ખંચકાઇ રહ્યાં છે.