Breaking

ટ્રમ્પને હરાવી જો બાઈડન બન્યા અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ, કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ

જો બાઈડેન (Joe Biden) અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (America President) બનશે. અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સમાચાર એજન્સી અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડને તેના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પને 290 ચૂંટણી મતથી હરાવ્યા હતા. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 મત મળ્યા હતા

અહેવાલ મુજબ બેટલગ્રાન્ડ સ્ટેટ પેન્સિલવેનિયામાં વિજય બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બાયડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. જો બાઈડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ હશે. જ્યારે ભારતીય મૂળના કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે

Advertisement

જીત બાદ બાઈડને ટ્વીટ કર્યું કે ‘અમેરિકા, હું ખૂબ જ સન્માન અનુભવું છું કે તમે મને દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું આગળનું કામ મુશ્કેલ બનશે, પણ હું વચન આપું છું કે હું બધા દેશવાસીઓનો રાષ્ટ્રપતિ બનીશ- પછી ભલે તમે મને મત ન આપ્યો હોય. તમે મને બતાવેલો વિશ્વાસ હું પૂર્ણ કરીશ.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button