નવી દિલ્હી

આવતીકાલે વિધાન સભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના રિઝલ્ટ પર નજર

અમદાવાદ,તા.૯
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાેવામાં આવી રહી હતી તે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટેના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. કોણ કેટલી બેઠકો પર બાજી મારશે તેને લઇને ભારે સસ્પેન્સ છે. મતગણતરીને લઇને ચૂંટણી પંચે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર છે. ભારતીય જનતા પાર્ટીને તો જેટલી બેઠકો મળે તે બોનસ સમાન છે. કારણ કે તમામ આઠ બેઠકો પર કોંગ્રેસનુ પ્રભુત્વ હતુ. એગ્ઝિટ પોલના તારણ મુજબ ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર જીત મેળવે તેમ લાગે છે. જાે કે વાસ્તવિક ચિત્ર તો આવતીકાલે જ જાણી શકાશે. પેટા ચૂંટણી માટે ત્રીજી નવેમ્બરના દિવસે મતદાન થયુ હતુ. ગુજરાતની આઠ બેઠકો મોરબી, કપરાડા, અબડાસા, ડાંગ, ગઢડા, લીંબડી કરજણ અને ધારીમાં મતદાન થયુ હતુ. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂટણી માટે મતદાન થયુ હતુ.ત્રીજી નવેમ્બરના દિવસે સવારે સાત વાગ્યા મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. મતદાન થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિત ૮૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે ૧૦મી નવેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં કોણ કઇ બેઠક પર બાજી મારે છે તે જામી શકાશે. કુલ ૧૮.૭૫ લાખ મતદારો પૈકી મોટાભાગના મતદારો મતદાનને લઇને ઉત્સુક દેખાયા હતા. ભાજપ, કોગ્રેસ, બીટીપી સહિતની પાર્ટીઓ ભાગ્ય અજમાવી રહી છે. મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોના ભાવિનો પણ ફેસલો થશે. એક મતદાન મથક પર ૧૦૦૦ લોકોને મતદાન કરવાની મંજુરી આપવામાં આવી હતી. કોરોના કાળમાં ચૂંટણી યોજાઇ છે. જમાંે તમામ કોરોના સંબંધિત નિયમો મતદાન વેળા પાળળમાં આવ્યા હતા. સંબંધિત બેઠકો પરના મહારથી દ્વારા પણ મતદાન કરવામા ંઆવ્યુ હતુ. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, મોરબી, ડાંગ, લીબડી બેઠક પરથી પ્રદ્યુમન સિંહ, જેવી કાકડિયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત અને સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ જુન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી તેમજ મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્ય ુ હતુ. પેટાચૂટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આઠેય આઠ બેઠકો જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં જે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ રહી છે તેમાં કરજણ, મોરબી, ધારી, અબડાસા, લિમડી બેઠકનો પણ સમાવેશ થાય છે. તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી હતી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તમામ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સ્ટીગ ઓપરેશન વિડિયો સપાટી પર આવ્યા બાદ ભારે ચર્ચા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
વિડિયોમાં સોમાભાઇ હોવાની વાત થઇ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પણ કહી ચુક્યાછે કે કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં સત્તામાં નથી. ગુજરાત આગામી ૨૫ વર્ષ સુધી સત્તામાં આવશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ આત્મમંથન કરીને આગળ વધવુ જાેઇએ. સાથે સાથે આ બોગસ ટેપ બદલ માફી માંગવી જાેઇએ.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button