હોસ્ટેલના રૂમ પાર્ટનર એક રાજ્ય ના કેબિનેટ પ્રધાન બીજા તેઓના ખાતાના જિલ્લા પુરવઠા અધિકારી

વર્ષો પહેલાં વડોદરાની મ.સ.યુનિ.ની હોસ્ટેલના એક રૂમ પાર્ટનર આજે એક અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી તો બીજા તેમના જ હસ્તકના વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારી વિધાર્થી કાળમાં ન વિચારેલી ઘટનાઓ જ્યારે સાકાર થાય ત્યારે કોણ ક્યાં હોય તેની કલ્પનાના થઇ શકે પણ વાત જાણે એમ છે કે, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન જયેશરાદડિયા અને આણંદના જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા ભુતકાળમાં હોસ્ટેલના એક જ રૂમ પાર્ટનર હતા. જયેશ રાદડિયા મ.સ.યુનિ.વડોદરાની ફેકલટી ઓફ ટેકનોલોજી માંથી બી.ઇ(સિવીલ) થયેલા છે. તેઓ વડોદરાની પોલીટેકનીક કેમ્પસમાં આવેલ રવિન્દ્રનાથ ટાગોર હોલ હોસ્ટેલમાં રહેતા હતા. તેમનાથી અભ્યાસમાં સિનીયર એવા હાલના જિલ્લા પુરવઠા અધિકારી આણંદ તેમના હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતા. ગોપાલ બામણીયાએ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી માંથી બી.ઇ કેમીકલ કરી ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી અધિકારી બન્યા. બન્ને રૂમ પાર્ટનર માંથી એક સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી તરીકે ફરજ બજાવે છે તો બીજા તેમના જ વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવે છે. જે એક વખતના વિદ્યાર્થી જીવનના રૂમ પાર્ટનર સંયોગિક પ્રગતિ આજે પણ જોડાઈ રહી છે. જોકે બંનેની સેવા આખરે પ્રજાજનોની સેવા તરીકે જોડાયેલી છે અને બને સન્માનનીય સ્થાન ઉપર સેવા આપી રહ્યા છે. જયેશ રાદડિયા મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા ત્યારે સ્ટુડન્ટ યુનિયનમાં જી.એસ. રહી ચુકયા છે. જયારે ગોપાલ બામણીયા પણ તે જ કોલેજમાં સ્ટુડન્ટ યુનિયનમાં ડી.આર.(ડીપાર્ટમેન્ટ રિપ્રેઝન્ટેન્ટીવ) રહી ચૂકયા છે. તે જ સમયગાળાના હાલના ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડા બી.ઇ (મિકેનીકલ) તથા વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર બી.ઇ (ઇલેકટીકલ) નો મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા હતા.