કેસોની સંખ્યા ૯૦ લાખથી ઉપર ઃ મૃતાંક વધીને ૧.૩૨ લાખ થયો ભારતમાં સ્થિતી ફરીવાર વણસી

ભારતમાં કોરોના વાયરસનો આતંક ફરી એકવાર વધી ગયો છે. જેના કારણે ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોમાં કઠોર નિયંત્રણો લાગુ કરવાની ફરજ પડી રહી છે. ભારતમાં નવા હજારો કેસ સપાટી પર આવ્યા બાદ કેસોની સંખ્યા વધીને હવે ૯૦ લાખના આંકડાને પાર કરી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો વધીને ૧.૩૨ લાખથી ઉપર પહોંચીગયો છે. રિક્વરી રેટ અને એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોનાના સકંજામાં આવ્યા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૮૪.૨૭ લાખથી ઉપર પહોંચી ગઇ છે. રિક્વરી રેટમાં પણ વધારો થઇ રહ્યો છે. રિક્વર લોકોની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. ભારતમાં રિક્વરી રેટમાં વધારો થઇ રહ્યો છે પરંતુ કેસોની સંખ્યામાં દિવાળી પર ફરી એકવાર જાેરદાર રીતે વધી ગઇ છે. જે ચિંતા ઉપજાવે છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ હજુ ખુબ મોટી રહેલી છે. ગંભીર કેસોની સંખ્યા પણ ખુબ વધારે છે. જે દર્શાવે છે કે ભારતમાં મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. રિક્વરી રેટમાં ચોક્કસ સુધારો થઇ રહ્યો છે. જાે કે એક્ટિવ કેસોની સંખ્યા ભારતમાં ખુબ વધારે છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ખુબ મોટી હોવાના કારણે કહી શકાય છે કે હાલમાં સ્થિતી સુધરે તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. કારણ કે નવા નવા કેસો પણ મોટી સંખ્યામાં સપાટી પર આવી રહ્યા છે. ભારતમાં કેસોની સંખ્યામાં વધારો સૌથી ઝડપથી થઇ રહ્યો છે. આ ગતિ રહેશે તો તે અન્ય દેશોને પાછળ છોડીને કેસોના મામલે સૌથી ઉપર પહોંચી જશે. ભારત હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બીજા સ્થાને છે. અમેરિકા હજુ સૌથી વધારે પ્રભાવિત દેશ તરીકે છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોના વિસ્ફોટ થયા બાદ ફરી એકવાર આંશિક લોકડાઉનની હિલચાલ છે. મોટા બજારોને બંધ રાખવાની તૈયારી કરાઇ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતતવધારો થઇ રહ્યો છે. દિલ્હી,મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે.