નવી દિલ્હી

ભાજપ દ્વારા આક્રમક તૈયારી શરૂ કરી દેવાઇ બંગાળ ઃ ૨૦૦ સીટો જીતવાનો હેતુ

નવી દિલ્હી,તા.૨૩
બિહાર વિધાનસભાની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યાબાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પશ્ચિમ બંગાળ પર ધ્યાન કેન્દ્રિય કરી દીધુ છે. બંગાળમાં ૨૦૦થી વધારે સીટો જીતવાના ટાર્ગેટ નક્કી કરવામાં આવી રહ્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રિય પ્રધાન અમિત શાહ બંગાળની ચૂંટણીને લઇને તૈયારીમાં લાગી ગયા છે. ચૂંટણીમાં ભવ્ય દેખાવ કરવા જુદી જુદી રણનિતી પર કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮ સીટો જીતીને જાેરદાર સપાટો બોલાવ્યોહતો. સાથે સાથે મમતા બેનર્જીની પાર્ટીને હચમચાવી દીધી હતી. હવે વિધાનસભાની ચૂંટણીને લઇને પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની રચના કરવામાં આવી ચુકી છે. જે જાેરદાર કામગીરીમાં લાગી ગઇ છે. સુધારેલા નાગરિક બિલને મુખ્ય મુદ્દો બનાવીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમા ઉતરનાર છે. કોર કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ૧૧ સભ્યો છે. મોટા ભાગે કેન્દ્રિય નેતાઓ છે. બંગાળમાં વિધાનસભાની ૨૯૪ સીટો છે. ભાજપે પાચ ઝોનમાં તમામ સીટોને વહેંચીને તૈયારી હાથ ધરી છે. નડ્ડા અને અમિત શાહ વધારે સક્રિય દેખાઇ રહ્યા છે. હાલમાં બિહારમાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જાેરદાર સપાટો બોલાવ્યો હતો. સાથે સાથે બીજી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. હવે બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર બની ચુકી છે. બંગાળમાં મમતાને હચમચાવી મુકવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. કાર્યકરો લાગી ગયા છે. દરેક મતવિસ્તારમાં મતદારોના મુડને જાણવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવી ચુક્યા છે. જે તીવ્ર બની રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button