આણંદ
પેટલાદમાં આંક ફરકનો હાર જીતનો જુગાર રમાડતા ઝડપાયો

આણંદ, તા. ૨૫
પેટલાદ શહેરમાં વડફળી ચોરા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પેટલાદ ટાઉન પોલીસે છાપો મારી જુગાર રમતા શખ્સને ઝડપી પાડી તેની પાસેથી જુગાર લખવાની સ્લીપબુક અને એક મોબાઈલ ફોન અને ૧૭૨૦ રુપિયાની રોકડ રકમ કબ્જે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર પેટલાદ ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે વડફળી ચોરા પાસે છાપો મારી પાનાપત્તાનો જુગાર રમતા મોહસીનઅલી શરફરાજઅલી સૈયદ રહે. પેટલાદ સૈયદવાડા મલાવ ભાગોળ ખાટકીવાડ પાસેને રંગેહાથ ઝડપી પાડ્યો. તેની પાસેથી જુગાર લખવાની સ્લીપબુક, ૧૭૨૦ રુપિયાની રોકડ રકમ, એક મોબાઈલ ફોન સાથે ૬૭૨૦ રુા.નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે મોહસીનઅલી શરફરાજઅલી સૈયદ વિરુદ્ધ પેટલાદ ટાઉન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Advertisement
Advertisement