આણંદ

પેટલાદ કોલેજમાં સંવિધાન દિવસની ઉજવણી

આણંદ, તા. ૨૭
પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર. કે. પરીખ આર્ટ્‌સ એન્ડ સાયન્સ કોલજ, પેટલાદ ખાતે આચાર્ય ડો. વિમલ જોષીના માર્ગદર્શન હેઠળ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા તા. ૨૬/૧૧/૨૦૨૦ના રોજ માઈક્રોસોફ્ટ ટીમ મારફતે ‘સંવિધાન દિવસની ઉજવણી’ કરવામાં આવી, જેમાં ડો. ગિરીશ ચૌધરીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું, જેનો વિષય હતો ‘બંધારણ અને માનવ અધિકારો’. તેમના મત મુજબ બંધારણના મૂળભૂત અધિકારો અને ફરજોનું રક્ષણ આપણાં સર્વેની નૈતિક જવાબદારી છે. આ કાર્યક્રમમાં ‘આપણી બંધારણીય ફરજો’ શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, વકતૃત્વ સ્પર્ધામાં નિયતિ, પૂર્વેશ, દિશા, સમીર, આરતી, ભાવેશ, માનસી, સુષ્મા, શૈફાલી તેમજ તેજલે પોતાના વિચારો રજુ કર્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની ભૂમિકા ડો. અલ્પેશ પ્રજાપતિ દ્વારા હાર્દપૂર્વક બાંધવામાં આવી હતી જયારે આભારવિધિ પ્રા. સોનલબહેન ગજ્જર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બારોટ નિયતિ દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કોલેજ પરિવારના સર્વે સભ્યો અને વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button