આણંદ

ર૬મી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરાઈ

આણંદ, તા. ૨૭
લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરિ હોઇ તેની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. આપણા બંધારણના ઉદેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહિ પ્રબળ અને મજબૂત બને તેવો ધ્યેય રાખીને લોકો માટે, લોકો વડે, લોકો થકી આ લોકતંત્રની બંધારણની ગરિમા આપણે સૌએ વધારવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪ થી તા.ર૬ નવેમ્બરને રાષ્ટ્રભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરા અંતર્ગત આજે તા.ર૬ નવેમ્બરે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલે જિલ્લા કલેકટરાલય ખાતે જિલ્લાની વિવિધ કચેરીઓ, સહિત જિલ્લા તાલુકા મથકોએ આવેલ જિલ્લા–તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સૌએ બંધારણના આમુખના સમૂહ પઠનમાં જોડાઇને દેશના બંધારણને વફાદાર રહી દરેકને અધિકારો મળે, સમાનતા, સ્વતંત્રતા મળે તે હેતુસર અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક ર્નિણય કરીને તારીખ ૨૬મી નવેમ્બર, ૧૯૪૯ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરવાના સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button