નવી દિલ્હી

પાકિસ્તાનની પહેલી ટ્રાન્સજેન્ડર વકીલ નિશા, એક સમયે ભીખ માગીને ભરતી હતી પેટ

ઇસ્લામાબાદ તા.૨૮
પાકિસ્તાનની એક ટ્રાન્સજેન્ડર (સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો ધરાવતી વ્યક્તિ ) નિશા રાવ આજકાલ મિડિયાના કેન્દ્રમાં હતી.
આ વ્યક્તિ એક સમયે સડકો પર ભીખ માગીને પેટ ભરતી હતી. એ ટ્રાન્સજેન્ડર્સ માટે કામ કરતી એક સરકારી સંસ્થા સાથે પણ જોડાયેલી છે. મિડિયાના કેન્દ્રમાં આવવાનું કારણ એ છે કે એ પાકિસ્તાનની પહેલી ઊભયલીંગી ધારાશાસ્ત્રી બની હતી.
રોઇટરના અહેવાલ મુજબ નિશા દુનિયાભરના ટ્રાન્સજેન્ડર્સ માટે એેક દાખલા રૂપ બની હતી. સતત સંઘર્ષમય જીવન ગાળીને એ આજે વકીલ બની હતી. કાનૂની પ્રેક્ટિસ કરવા માટે એણે કરાંચી બાર એસોસિયેશન પાસેથી લાયસન્સ પણ મેળવી લીધું હતું.
લાહોરમાં જન્મેલી નિશાએ ૧૮ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને કરાંચી આવી ગઇ. અહીં થોડો સમય એણે બીજા ઊભયલીંગી લોકોની જેમ સડકો પર બેસીને ભીખ માગી. પછી ફરી ભણવાની ઇચ્છા જાગતાં લૉ કૉલેજમાં એડમિશન લીધું અને ભણવાનું શરૂ કર્યું.
અત્યાર સુધીમાં એ પચાસથી વધુ કેસ લડી ચૂકી છે. બારના બીજા વકીલો એને પૂરતું માન આપે છે અને ઘણીવાર સડક પર કૉલેજની યુવતીઓ એની સાથે સેલ્ફી લે છે. નિશા ખુશ છે અને ટ્રાન્સજેન્ડર્સ લોકોના પુનર્વસવાટ માટે કામ કરવા માગે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button