આણંદ

આણંદ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે અધિકારીઓની નિયુક્તિ

આણંદ, તા. ૧
કોરોના મહામારીના કારણે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ ડિસેમ્બર-ર૦ર૦માં યોજાવવાના આયોજનને સરકાર દ્વારા મોકૂફ રખાયું છે. પરંતુ કોરોના મહામારી ધીમી પડતાં જ ચૂંટણી યોજવા માટેનો તખ્તો પણ તૈયાર કરાયાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. જેમાં આણંદ જિલ્લા પંચાયત અને જિલ્લાની જુદી જુદી આઠ તાલુકા પંચાયતની ટર્મ પૂરી થનાર છે.જો કે ચૂંટણી યોજવાની તારીખ જાહેર કરાઈ નથી છતાં પણ ચૂંટણીના પડધમ શરૂ થઈ ગયા છે. જેથી રાજ્ય ચૂંટણી વિભાગે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના માટે અધિકારીઓની પણ નિયુકિત કરવામાં આવ્યાનું જાણવા મળે છે.
આણંદ જિલ્લા ચૂંટણી વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ આગામી સમયમાં સરકાર દ્વારા જાહેર કરાશે. જેમાં આણંદ જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકો અને આઠ તાલુકા પંચાયતોની ૨૦૬ બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે. આ અંગેના હાથ ધરાયેલ આયોજનના ભાગરુપે ૧૬ મુખ્ય ચૂંટણી અધિકારી અને ૩૨ મદદનીશ અધિકારીની નિમણુંક કરાઈ છે. જેમાં આણંદ જિલ્લા પંચાયતમાં ૮ મુખ્ય ચૂંટણી અધિકારી, ૧૬ મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુકિત કરવામંા આવી છે. આ ઉપરાંત આણંદ તાલુકા પંચાયતમાં ૩૯ બેઠકો માટે ૪ મુખ્ય અને ૪ મદદનીશ ચૂંટણી અધિકારી, તારાપુર તા.પં.ની ૧૬ બેઠક માટે બંને કેડરના ૪-૪ અધિકારી, ખંભાત તા.પં.ની ૨૯ બેઠક માટે બંને કેડરના ૪-૪ અધિકારી, સોજીત્રા તા.પં.ની ૨૩ બેઠક માટે બંને કેડરના ૪-૪ અધિકારી સહિતની તા.પંચાયતોમાં નિયુકિત કરી યાદી જાહેર કરી દેવામાં આવી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button