આણંદ

નરસંડામાં ઘર બહાર ગાદલું સૂકવવાને લઇને તકરાર સામસામે પાડોશીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

આણંદ, તા. ૩
નડિયાદ તાલુકાના નરસંડા ગામે ઘર પાસે ગાદલું સૂકવવાને લઇને પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ મામલો ચકલાસી પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદના નરસંડામાં મઠ ફળિયામાં રહેતા સરતાજબાનુ વાહીદમીયાં મલેકે તેમના ઘર બહાર ખાટલો નાખી તેના પર ગાદલાં સૂકવ્યા હતા. જેને લઇને પાડોશમાં રહેતા મહંમદ સલીમ મલેકે તકરાર કરીને તમારે અહીંયા રસ્તામાં કોઇ સામાન મૂકવો નહીં, તમારે અહીંયા રહેવાનું નથી તેમ કહીને અપશબ્દો બોલી, મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વાહીદમીયાં મલેકની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે મહંમદ સલીમ મલેક તથા સાજેદાબાનુ મહંમદસલીમ મલેક સામે ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે સાજેદાબાનુ મહંમદસલીમ મલેકે ચકલાસી પોલીસ મથકે સરતાજબાનુ વાહીદમીયા મલેક, વાહીદમીયા રફીકમીયા મલેક તથા મહંમદ અજીજ મલેક સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘરે આવવા જવાના રસ્તા ઉપર ખાટલાં અને બાઇક મૂક્યા હોવાથી આ બાબતે કહેતાં, આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગડદાપાટુનો મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચકલાસી પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button