નવી દિલ્હી

ભારતમાં કોરોનાની વેક્સિનને લઈને આવી મોટી ખુશખબર, જાણો AMIS ના ડોકટરે કીધું ક્યારે આવશે રસી

દેશના લોકો માટે સારા સમાચાર છે. ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે અપ્રુવલ મળી શકે છે. દિલ્હી- AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ગુરુવારે આ વાતની માહિતી આપી છે.

ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં હાલ અમુક વેક્સિન ફાઈનલ સ્ટેજની ટ્રાયલ્સમાં છે. અમને આશા છે કે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોઈને ડ્રગ રેગ્લુલેટર પાસેથી ઈમર્જન્સી યુઝ માટેની એપ્રુવલ મળી જશે. ત્યાર પછી વેક્સિનેશન શરૂ થઈ જશે. વાસ્તવમાં ભારતમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વેક્સિન ફેઝ-3ની ટ્રાયલ્સમાં છે.

Advertisement

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન- કોવિશીલ્ડના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ચૂક્યાં છે. એને ભારતમાં બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પૂનાવાલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈમર્જન્સી યુઝ માટેની એપ્રુવલ લેવા માટે અરજી કરાશે.

ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે જે ડેટા અત્યારસુધી સામે આવ્યા છે એના આધારે કહી શકાય તેમ છે કે વેક્સિન સેફ અને ઈફેક્ટિવ છે. વેક્સિનની સેફ્ટી અને એફિકેસી પર કોઈ સમજૂતી કરાશે નહીં. 70થી 80 હજાર વોલન્ટિયર્સે વેક્સિન લગાવી છે. અત્યારસુધીમાં કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ સામે આવી નથી. ડેટા જણાવી રહ્યા છે કે શોર્ટ ટર્મ વેક્સિન સુરક્ષિત છે.

Advertisement

ચીને 4 અને રશિયાએ પોતાની 2 વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરી થયા પહેલાં મંજૂરી આપી દીધી હતી. બાદમાં બ્રિટને 2 ડિસેમ્બરના રોજ અમેરિકાની કંપનીની ફાઈઝર અને એની જર્મન સહયોગી બાયોએનટેકે બનાવેલી mRNA વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે અપ્રુવલ આપી દીધી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button