નવી દિલ્હી

જ્યાં શાહ-યોગી ગયાં ત્યાં ભાજપને પરાજય મળ્યોઃ ઓવૈસી

નવી દીલ્હી,તા.૫
ગ્રેટર હૈદરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળી છે. ૨૦૧૬મા ૪ સીટ જીતનાર ભાજપે આ વખતે ચૂંટણીમાં ૪૮ સીટો પર પરચમ લહેરાવ્યો. તો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ૪૪ સીટ જીતવામાં સફળ રહ્યું. પરિણામો બાદ અસદુદ્દીન ઓવૈસી એ પ્રેસ કોન્ફરન્સ કરી અને પાર્ટીના પ્રદર્શનથી ખુશ દેખાયા. આ દરમ્યાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહઅને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાંધ્યું. ઓવૈસી એ કહ્યું કે જયાં-જયાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ પ્રચાર કરવા માટે ગયા ત્યાં ભાજપ્ને હાર મળી.
હૈદરાબાદના સાંસદ ઓવૈસી એ કહ્યું કે અમે ભાજપ સામે લોરતાંત્રિક રીતે લડીશું. અમને વિશ્વાસ છે કે તેલંગાણાના લોકો ભાજપ્ને રાજ્યમાં વિસ્તાર કરતા રોકશે. ઓવૈસી એ કહ્યું કે અમને ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં ૪૪ સીટો પર જીત મળી. મેં તમામ નવા ચૂંટાયેલા કોર્પોરેટ સાથે જીત બાદ વાત કરી અને તેમને શનિવારથી કામ શરૂ કરવાનું કહ્યું.
ઓવૌસી એ આગળ કહ્યું કે ભાજપ્ની સરળતા એક વખતની સફળતા છે.
તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ્ને આ સફળતા મળશે નહીં. તેમણે કહ્યું કે અમે આ ચૂંટણીમાં મહેનત કરી હતી અને હૈદરાબાદની જનતાએ જે ર્નિણય આપ્યો છે તે અમને મંજૂર છે. નિગમની ચૂંટણી છે થોડું ઉપર-નીચું હોય છે. ઓવૈસી એ તેની સાથે જ હૈદરાબાદની જનતા અને પાર્ટીના કાર્યકર્તઓનિો પણ આભાર માન્યો.
ઓવૈસી એ કહ્યું કે જયાં યોગી આદિત્યનાથ આવ્યા હતા ત્યાં શું થયું. તેઓ સર્જીકલ સ્ટ્રાઇક બોલ્યા હતા. હવે ભાજપ પર ડેમોક્રેટિક ઉપર સ્ટ્રાઇક થઇ ગઇ. આંકડા બધાની સામે છે. અમે સીએમ યોગીને કહીશું કે તમે મુંબઇ ગયા હતા. તમે એક્ટિંગ ના કરો. હકીકતની દુનિયામાં આવી જાઓ. દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે તેને ખત્મ કરો. સંવિધાનની વિરૂદ્ધ જતા તમે લવ જેહાદનો કાયદો બનાવી રહ્યા છો. તેનો રોકો. તો ચૂંટણીમાં ટીઆરએસના પ્રદર્શન પર ઓવૈસી એ કહ્યું કે તેઓ તેલંગાણાની ક્ષેત્રીય ભાવાનાનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે કે.ચંદ્રશેખર રાવ આ ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરશે.
૦-૦-૦

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button