નવી દિલ્હી

કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક ૬૦ વર્ષની ઉંમરે લગ્રંથીથી જાડાયા

નવી દીલ્હી,તા.૯
કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે ૬૦ વર્ષની ઉંમરે લગ્રંથીથી જોડાઇને નવા જીવનની શઆત કરી છે. સૂત્રોની જાણકારી મુજબ વાસનિકે દિલ્હી ખાતે ફાઇવસ્ટાર હોટલમાં રવીના ખુરાના સાથે લ કર્યા છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને રવીના ઘણા જૂના મિત્ર હતા અને તાજેતરમાં લગ્રંથીથી જોડાવોના નિર્ણય લીધો હતો. રવીના ખુરાના એક ખાનગી કંપનીમાં ઉચ્ચપદ ધરાવે છે.
આ સુખદ અવસરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, અહેમદ પટેલ, અંબિકા સોની, બીકે હરિપ્રસાદ અને આનદં શર્મા નવદંપતિને શુભકામનાઓ પાઠવી છે. મુકુલ વાસનિક મહારાર્ષ્ટ્ર કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓમાંથી એક છે અને કોંગ્રેસમાં મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવા આપી ચૂકયા છે. તેઓ ત્રણવાર સાંસદ રહી ચૂકેલા બાલકૃષ્ણા વાસિનકના સુપુત્ર છે.મહારાર્ષ્ટ્ર કોંગ્રેસનો મહત્વનો ચહેરો માનવામાં આવતા મુકુલ વાસનિકે નાની ઉંમરમાં જ રાજનીતિમાં ઝંપલાવ્યુ હતું, તેઓ ૧૦મી અને ૧૨મી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button