આણંદ

ગુમડીયામાં પ્રેમ સબંધની અદાવતમાં યુવક પર કટારથી હુમલો, પરિણીતા સાથે પ્રેમ સબંધ હોવાથી હુમલા બાદ ધમકી આપી

આણંદ, તા. ૯
ઠાસરા તાલુકાના ગુમડીયામાં રહેતા યુવકને નજીકમાં રહેતી પરણિતા સાથે પ્રેમ સંબંધ હોવાથી, તેની રીસ રાખીને ૩ શખ્સોને કટારથી યુવક પર હુમલો કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઠાસરા પોલીસે ૩ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઠાસરા તાલુકાના ગુમડીયામાં રહેતા નિલેશભાઇ ઉદેસિંહ મહેરા (ઉ.વ. ૩૨ ) ને ઘર નજીક રહેતા રમેશભાઇ ડાહ્યાભાઇ ભોઇની પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હોવાની શંકા હતી. છેલ્લા ૫ વર્ષથી આ બાબતે વારંવાર રમેશભાઇ અને નિલેશભાઇ વચ્ચે તકરાર થતી હતી. સોમવારે નિલેશભાઇ ગામના તળાવ ઉપર સરગવાની શીંગ લેવા માટે ગયા હતા. આ સમયે રમેશ ડાહ્યાભાઇ ભોઇ, શકરા બલુભાઇ ભોઇ તથા ઉદા ડાહ્યાભાઇ ભોઇ ત્યાં આવ્યા હતા અને નિલેશભાઇ સાથે તકરાર કરી હતી. આ સમયે શકરાભાઇએ નિલેશને પકડી લીધો હતો અને રમેશ ભોઇએ તેની પાસેની કટારના ઉપરાછાપરી ઘા નિલેશભાઇને છાતીના ભાગે મારી દેતાં તેમને ઇજા થઇ હતી. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસથી લોકો આવી જતાં, ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતાં રહ્યા હતા. ઘવાયેલા નિલેશભાઇને પ્રાથમિક સારવાર માટે ડાકોર અને ત્યાંથી વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઠાસરા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button