નવી દિલ્હી

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ સ્થાનિક કક્ષાએ ઉજવાયો

આણંદ,તા.૧૧
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તારીખ ૧૦-૦૩-૨૦૨૦ના રોજ ગઢડા ખાતે આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેવાના હતા. આ મહોત્સવ વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાયરસની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઈને મોકૂફ રાખી, ફક્ત સ્થાનિક વિસ્તારના ભક્તો ભાવિકોની ભાવપૂર્તિ માટે યોજાયો હતો જયારે લાખો ભક્તો-ભાવિકોએ લાઇવ વેબકાસ્ટ દ્વારા આ મહોત્સવ નિહાળ્યો હતો.
ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય લીલાઓથી પાવન થયેલ ગઢપુરની પવિત્ર ભૂમિ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વમુખે ઉદ્બોધેલ અમૃતવચનોનો આ વચનામૃત ગ્રંથ કે જે સંપૂર્ણ માનવજાત માટે આ લોક અને પરલોકની સર્વે સમસ્યાઓનું નિરાકરણ કરી જીવન ઉન્નત બનાવે છે એવા આ ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ નગર તા.૦૬/૦૩/૨૦૨૦ થી તા.૦૯/૦૩/૨૦૨૦ સુધી દર્શન અર્થે ખુલ્લું મુકાયું હતું. આ નગરમાં વિશાળ વચનામૃત પ્રવેશદ્વાર, ૪-પ્રેરક પ્રદર્શન ખંડો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, સંત ઝરૂખા, થ્રીડી આર્ટ, એનોમોર્ફિક આર્ટ અને સચોટ અને શુભ સંદેશો આપતા સ્પોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button